________________
બાકી આજે તો મહારાજા જયસિંહનું રાજ છે. ઇન્સાફ્ની આગળ સગા ભાઈને પણ સસ્તો ન છોડે હો !'
ભાઈ ! તમારો દીકરો તમને ભળ્યો.' ઉઘ્ર મહેતા ડરતા હોય તેમ બોલ્યા : ‘હું પારકાં છોકરાંને જતિ કરનારો જૈન નથી. ગુરુદેવ આગમવાણી ભાખનાર છે. એમણે હ્યું કે આ દીવો ઘરમાં ગોંધી રાખશો તો ઘર અજવાળશે, બહાર કાઢશો તો જગત અજવાળશે. રુચે એમ કરો.
‘દીકરો તો બુઢાપાની લાકડી છે. સહુને દીકરાની ક્માણીની આશા હોય.' ‘જરૂર હોય. જરા થોભી જાઓ.' ઉદા મહેતા અંદર ગયા.
બાપ-દીકરો એક્લા પડ્યા.
બાપે ીકરાને પૂછ્યું, ‘બેટા ! ઘેર આવવું છે ?'
દીકરો ક્યુ : ‘અહીં ખૂબ મજા આવે છે.’
‘તારી મા યાદ આવતી નથી ?'
દીકરો હે : ‘આવે છે, મા કંઈ થવી છે ? પણ મારી માએ કહ્યું છે, કે બેટા ! મોટો જોગંદર થઈને આવજે. પિતાજી ! હું ખૂબ ભણીશ. જગતને ભણાવીશ. હું સાધુ થઈશ. જગતને સાધુ બનાવીશ. હું તરીશ, જગતને તારીશ.’
બાપ દીકરાની વાણી સાંભળી રહ્યો. એને પણ ગુરુની વાણી સાચી લાગી. આટલો નાનો બાળક આવી વાતો ન કરે ! નક્કી પરભવનો તપેસરી. થોડી વાતચીતમાં તો એની વાણી, એના વિચાર સાવ બદલાઈ ગયેલા લાગ્યા.
એટલી વારમાં ઉદ્ય મહેતા બહાર આવ્યા. એમના હાથમાં મોટો થાળ હતો. એમાં સોનાં-રૂપાં હતાં. સાથે બીજી ભેટ વસ્તુઓની યાદી હતી. એમાં હાથી આપ્યાના, ઘોડા આપ્યાના, જમીન-જાગીર આપ્યાના લેખ હતા.
ચાચ પળવાર વિચારી રહ્યો. ખંભાતનો સૂબો આ બધું શા માટે કરતો હશે ? એને શું સ્વાર્થ ! માત્ર ધર્મપ્રેમ ! દેશપ્રેમ !
ચાચ ઉદ્ય મહેતાના ધર્મપ્રેમ પર વારી ગયો.
ઉદ મહેતાએ ક્યું,
૬૮ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org