________________
ઉદ્ય મહેતાએ કહ્યું,
“શાણા ભાઈ મારે ઘેર પધારો. મને અતિથિસેવાનો લાભ આપો, અને તમારા પુત્રને લઈ જાઓ.”
ચાલો, આવું છું. પુત્રનાં દર્શન વિના મારે અન્નજળ હરામ છે.” ચાચે
કહ્યું.
ઉદા મહેતા અને ચાચ ગુરુની આજ્ઞા લઈ ઘેર આવ્યા.
બાપ તો ઘકાની રટણા લઈને બેઠો હતો. મહેતાજીએ આંગણામાં રમતા બાળક ચંગને લાવીને પિતા સામે રજૂ ર્યો.
પિતા પુત્રને પંપાળી રહ્યો. પુત્ર તો ખૂબ મોજમાં હતો.
ઉદા મહેતાએ કહ્યું : “ભાઈ ચાચ ! ધંધૂકની ધૂળનો રમનાર આ જીવ નથી હો. પાટણના સિંહાસનને આજનારો હીરો છે, જગતનાં માન મુકવનાર મહારથી છે. હીરો બગડા ઉડાડવામાં ફેંકી ન દો. સારું એ તમારું. ચાલો, પહેલાં જમી લઈએ.'
બંને જણા જમવા બેઠા. ઉદ્ય મહેતાની મહેમાનગતિ એટલે પૂછવું જ શું? દીકરાને ખોળે બેસાડી બાપ જમવા લાગ્યો.
ચૂરમાં ચોળાયાં, સાર પીરસાયા, ખાજાં ઘેબર મુકાયાં. કેસર-કસ્તુરી ભર્યા દૂધના વાટક મુકયા.
ઉદ્ય મહેતાએ મહેમાનને આગ્રહ કરી-કરીને ખવરાવ્યું. ખાતા-ખાતાં પોતાની આત્મક્યા ક્લી. ડાહ્યા કરી દેશાવર સારા એ કહ્યું.
ઉદ્ય મહેતાની રસવતી (રસોઈ) અને સરસ્વતી (વાણી) બંનેથી ચાચનું મન પલળી ગયું.
જમ્યા પછી ઓરડામાં તાંબૂલ ખાતા બધા બેઠા, ચાચે વખત જોઈ કહ્યું, સાથે જરા દમદાટી પણ આપી.
જુઓ ! આજ રાજમાતા મિનળદેવીનું રાજ નથી. એ જરૂર અદલ ઇન્સાક્વાળાં બાઈ હતાં, છતાં જન્મ જૈન હતાં. ગુરુની કંઈક લાલમર્યાદ રાખે.
મહાન ભાગ્ય છે ક૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org