________________
‘વંદન હો એ માતાને ! જે ધરતીમાં આવી માતાઓ હોય, એ ધરતી ખરેખર બડભાગી છે. હવે આપ મને જે આજ્ઞા હોય તે ફરમાવો.”
“મહેતાજી ! આ હીરાને પહેલ પાડવાના છે. તમારે તેના નિમિત્ત થવાનું છે. તમારા જેવો કુશળ માણસ જ એના પિતાને સમજાવી શકે. આ કાર્ય કરશો તો ગુજરાત તમારું ઓશીંગણ રહેશે. એના ઇતિહાસમાં તમારું માન રહેશે.'',
મહેતાજી વિચાર કરી રહ્યા. ગુરુજી થોડી વાર બાળક સામે જોઈ રહ્યા, ને વળી બોલ્યા :
“એનો પિતા હમણાં આવશે. પુત્રની માયા અપાર છે. મારે એને જરાપણ કરાજી કરવો નથી. રાજી થઈને આપે તો લેવો છે. પછી ઘાટ ઘડીને દેશને-ધર્મને ચરણે ધરવો છે. આ બાળક સામાન્ય ન માનતા, મહેતાજી !”
મહેતાજીએ ગુરુવચન સ્વીકારી લીધું. બાળને આંગળીએ લીધો.
એક દિવસ આ જ આંગળીએ રાજા જયસિંહને લીધો હતો, આજ એ જ આંગળીએ એ બાળને લીધો.
બંને ઘેર ગયા. મહેતાજીની હેતપ્રીત, ઘરનાં માણસોનો પ્રેમભાવ, ન પૂછો વાત ! બાળક ચંગો તો પોતાનાં સગાં માબાપને ભૂલી ગયો.
ખંભાતના દંડનાયક કપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org