________________
ગુરુ દેવ થોભ્યા, પછી બોલ્યા :
હ્યું છે ને પુત્રનાં લક્ષણ પારણામાં પરખાય. સાંભળ્યું છે, રાજા કરણદેવના સિંહાસને બાળક જયસિંહ ચઢી બેઠો, ને રાજાએ એનું ઊજળું ભાવિ ભાખ્યું કે આ બાળક ધરાપતિ થશે. એક એમ દહાડો આ બાળક રમતો-રમતો મારું આસન દબાવીને બેઠો. એટલું જ નહિ, મોં મારા જેવું કર્યું, ઉપદેશની નક્લ મારા જેવી કરી. મેં એના તગતગ થતા ટાલકા તરફ જોયું, મારા જ્ઞાને મને કહ્યું : “આ બાળક દેશ, ધર્મ ને ફળને તારશે. એ મહાન જ્યોતિર્ધર છે. એ ગુજરાતનો વિદ્યાપતિ થશે.” મને બાળક ગમી ગયો. પણ એનો પિતા બારગામ હતો. ફક્ત માતા ઘેર હતી.'
“માતાએ કઈ રીતે તમને પુત્ર આપ્યો ?' ઉદ્ય મહેતાએ મુખ્ય પ્રશ્ન કર્યો.
એ જ કહું છું, મહેતાજી! એ ગુર્જર નારીને ધન્યવાદ ઘટે છે. માતાને મન પુત્ર એટલે આખા સંસારની સંપત્તિ, મેં એ માતાને કહ્યું : “ગુર્જરેશ્વરી ! પુત્રને ખોળામાં રાખી ખાતોપીતો કરવો છે, કે જે દરબારમાં રાખી નોકર-ચાકરી કરતો કરવો છે, કે કઈ સાધુને સોંપી જગતપૂજ્ય બનાવવો છે ? આ દો તારી કૂખનો દીવો છે.”
માતા બોલી : “મારે એકનો એક છે. એને જોઈને અમે રાજી રહીએ છીએ. વળી મહારાજ ! છે એક દીકરો પણ સાત કરની ભૂખ લાગે તેવો છે.”
“હે સુભાગી નારી ! રત્નાકર રત્ન પકવે છે, પણ પાતે એનો લોભ રાખતો નથી. આમ્રવૃક્ષ ફળ પકવે છે, પોતે રસ ચૂસતું નથી.જોગી તારા દ્વાર પર આવ્યો છે. એ જોગીને આપી દે આ બાળકએ જોગંધર થશે. તને તારશે, જગતને તારશે. ક્ષત્રિયાણીઓ એના એક જુવાન બેટાને રણમેદાને નથી મોલતી ? ભૂલી ગઈ એ ?”
“મહેતાજી ! શું કહું તમને ! એ ગુર્જરેશ્વરીએ સગે હાથે મને દાન દીધું, ઠ્ઠાં : “એના નાશવંત દેહની માયા છોડું છું, પણ એના કિર્તિદેહનો મોહ ધરું છું. મારો દિકરો ગૃહઉજામણ, કુળ ઉજામણ અને દેશઉજામણ બનો.'
ગુરુ આટલું બોલી શાંત રહ્યા. મહેતાજીએ કહ્યું :
૬૪ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org