________________
લોકો હે : મિનળદેવી પરદેશનાં છે, એમનો ભરોસો નહિ. એમના રાજમાં પરદેશીઓનું ચઢી વાગે.
વાતવાતમાં રાજખટપટ જામી ગઈ.
શિયાળ તાણે સીમ ભણી.
તરું તાણે ગામ ભણી.
સાંજ પડી તોય પાટણના ગઢના દરવાજા ન ઊઘડ્યા.
રાણી જેવી રાણીનું પાણી ઊતરી ગયું.
મુંજાલ જેવા મુંજાલનું કંઈ ન ચાલ્યું.
મુસાફર જેમાં ઊતરતા, એ ધર્મશાળામાં ગુજરાતની રાણીને રાતવાસો રહેવાનો વખત આવ્યો.
વખત વખતને માન છે.
આ વખતે રાણીને ઉઘ મહેતા યાદ આવ્યા. ચિઠ્ઠી લખીને હેવરાવ્યું કે બહેનની આબરૂ જવા બેઠી છે. કંઈ થાય તો તમારાથી થાય.
ઉદ્દ મહેતાએ ચિઠ્ઠી વાંચી, ને લાંબો વિચાર ર્યો. તરત મહાજન પાસે પહોંચ્યા.
ાતે ને રાતે મહાજન એકઠું ક્યું.
એ વેળા મહાજનની હાક વાગતી, મહાજન પાસે બળ, બુદ્ધિ ને ધન ત્રણે વાનાં હતાં. ધન વાપરવાની જરૂર પડે તો ધન વાપરતા, તલવાર વાપરવાની જરૂર પડે તો તલવાર ખેંચતા.
ઉદ મહેતાએ મહાજન પાસે ઠરાવ કરાવ્યો :
‘રાજમાતાના અમે હામી છીએ. અત્યારના વખતમાં રાજકાજ બીજાને સોંપાય તેમ નથી.દંડનાયક મદનપાલ રાણીજી સાથે રહી રાજવહીવટ ચલાવે ? મહાજનનો ઠરાવ એટલે ચમરબંધીને સર નમાવવું પડે. વિરોધીઓના હાથ હેઠા પડ્યા.
સવાર થતાં તો દુર્ગના દરવાજા ઊઘડી ગયા.
ભારે માન-પાન સાથે રાણીમાતાનો પ્રવેશ-ઉત્સવ ઉજવાયો.
રાણીમાતાએ સિંહાસન સંભાળ્યું. પણ તે ઉદા મહેતાની સેવાને ન ભૂલ્યાં. ર્ણાવતીના તેમને નગરશેઠ બનાવ્યા.
ઉદા મહેતા રાજમામા તરીકે પંકાઈ ગયા.
૫૮ • ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org