________________
ખંભાતના દંડનાયક વિશાળ એવો અરબી સમુદ્ર છે. એને કંઠે સ્તંભતીર્થ નામનું બંદર છે. ગુજરાતનું જૂનું બંદર છે. ભારતનું એ નામચીન બંદર છે.
સ્તંભતીર્થનું બીજાં નામ ખંભાત.
ખંભાતના કંઠે ચોરાશી બંદરના વાવટા ઊડે, ચીન, જાવા, સુમાત્રા સુધી એનાં વહાણ ખેપ ભરીને જાય અને ખેપ લાદીને આવે.
ઉજ્જૈની, ઇન્દ્રપ્રસ્થ ને કશ્મીર, એનું આ બંદર ! સિધુદેશથી બૅક્સના કિનારા પર ખંભાત સૌથી મોટું નગર, વેપારે તેમ જ વૈભવે.
મક્કા-મદીના જવા માટે આ બંદરેથી જવું પડે. હજારો મુસલમાનો હજ કરવા માટે હિદભરમાંથી અહીં આવે.
અહીં હીરા-માણેક્નો વેપાર ચાલે. મીના-મોતીનાં અહીં બજાર ભરાય. અહીં લાખોના માલ વેચાય. અહીં લાખોના માલ ખરીદાય.
એક તો જાત્રાએ જવાનું નાકું. બીજું વેપારનું પ્રસિદ્ધ ધામ !
ખંભાતના દંડનાયક પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org