________________
વાળ
*જેની બુદ્ધિ એનું બળ, બેવ પાસે શાનું બળ !
જુઓને સવાશેરના શિયાળભાઈએ હણ્યો હાથી હજાર મણનો.
સરસ વાર્તા ! વાહ મામા વાહ ! જેની બુદ્ધિ એનું બળ ! જયસિંહ તો કૂદવા ને નાચવા લાગ્યો. એને મામા ગમી ગયા. પછી તો મામા આવે કે દોડીને સામે જાય. ખોળે ચઢીને આવી વાતો સાંભળે.
ઉદ મહેતા કોઈ વાર જદગ્રીવ ગીધની વાત કરે. કોઈ વાર દમનક કટક નામના બે બળદની વાત કરે. કોઈ વાર ચાંદ્રાયણ વ્રત કરતી બિલ્લીબાઈની વાત કરે. લાલ જબાન કાચબો અને રક્તમાંજર કૂકડાની પણ વાત રે.
જયસિંહને ખૂબ રસ પડે.
મિનળદેવી પણ પાસે બેસે. એને તો રાંના રતન જેવો આ બાળક હતો. ભાવિની બધી આશાઓ એના પર હતી. એ આ બધી વાર્તાઓમાંથી સાર તારવીને પુત્રને સમજાવે.
આમ, દિવસો ચાલ્યા જતા હતા.
એકાએક રાજા કરણદેવ બીમાર પડ્યા. એમણે જયસિંહનો રાજ્યાભિષેક કર્યો, ને ટૂંક સમયમાં પોતે ગુજરી ગયા.
આખા રાજમાં શાક ફ્લાયો.
મિનળદેવી રાજમાતા બન્યાં. નાના પુત્રને લઈને પતિના નિમિત્ત યાત્રાએ નીક્ળ્યાં.
Jain Education International
મુંજાલ મહેતા સાથે હતા.
તેપન ઘાટ આઁ, બાવન તીર્થ પૂજ્યાં.
યાત્રા કરીને પાછાં ર્યાં, પણ આવ્યાં ત્યારે પાટણના દરવાજા બંધ. રાજકાજમાં હમેશાં બે સમય ખરાબ હોય છે. રાજા બેસતો હોય ત્યારે,
રાજા ઊઠતો હોય ત્યારે. ગુજરાતનું રાજ કોણ ચલાવે ?
For Private & Personal Use Only
રાજમામા • ૫૭
www.jainelibrary.org