________________
શિયાળ તો રામ રામ કરીને ઊપડ્યું.
પડખેના વનમાં એક મોટો હાથી રહેતો હતો. વચમાં એક તળાવ આવતું હતું. ઉનાળાના તાપથી પાણી સુકાઈ ગયું હતું, પણ બંપ ઘણો હતો.
શિયાળ હાથી પાસે પહોંચ્યું ને બોલ્યું, “હે રાજાધિરાજ ! અમારા પશુલોકે આપનો રાજા તરીકે સ્વીકાર કર્યો છે. મને પ્રતિનિધિ તરીકે આપની પાસે પાઠવ્યો છે. આપ શ્રીમાનું રાજ્યાભિષેક માટે આપના સુકમળ પગોને તસ્દી આપી અમારે ત્યાં સત્વરે પધારો.”
હાથી પોતાનાં વખાણ સાંભળી ખૂબ ફુલાયો. એણે કહ્યું :
હું તારા પશુલોક્યી સાવ અજાણ્યો છું. હું તમારા પર કૃપા કરીશ. આગળ ચાલ અને મને મારગ દર્શાવ.”
શિયાળ કહે : “જેવી આપ નામદારની આજ્ઞા
શિયાળ આગળ થયું અને પાછળ-પાછળ હાથી ચાલ્યો. ચાલતાં-ચાલતાં બંને તળાવકંઠે આવ્યા.
શિયાળ સુકાયેલા બંપ પરથી સડસડાટ ચાલ્યું ગયું.
હાથીએ તેનું અનુસરણ કર્યું. પણ ભારે વજનવાળી ગયા હોવાથી હાથીભાઈ તો કંપમાં ખૂંપી ગયા.
બહાર નીકળવા વધુ મહેનત કરી, તેમ તેઓ વધુ ખુંપ્યા. જાડી થયા અને ઝાઝી મોટાઈની માયા ! શી રીતે નીકળાય ? આખરે કોઈ રસ્તો ન જોઈ, એણે કહ્યું.
અલ્યા શિયાળ ! હું કંપમાં ખૂંપી ગયો છું. મને મદદ કર.' શિયાળ ક્યું : “હજૂર! મારું પૂંછડું પકડીને બહાર આવો.”
પણ શિયાળની પૂંછ પકડવાથી કંઈ હાથીભાઈ બહાર નીકળી શકે ? આ તો મશ્કરી કરી !
હાથીભાઈ બાર નીકળવાની મહેનતમાં અધમૂઆ થઈ ગયા. ઉપરથી ઊનાળનો તાપ અને વળી ભૂખ-તરસ !
બિચારો હાથી કમોતે મૂઓ.
શિયાળભાઈ પોતાના સમાજમાં પહોંચ્યા. ને સહુને હાથીના શિકારના ખબર આપ્યા.
બધા શિયાળોનો સમાજ હાથીને જોવા ચાલ્યો. આ વખતે એક ડાહ્યા પક જ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org