________________
સજ્જન મહેતા જેવા ભડવીરો બેઠા છે, પણ એ બધા પાસે મન મોકળું રાખીને વાતો થઈ શક્તી નથી, પણ તમે તો મારા માજણ્યા ભાઈ જેવા લાગો છો. તમને જોતાં હૈયામાં કોઈ ખાનગીમાં ખાનગી વાત ટકતી નથી. જાણે બિલાડીના પેટમાં ખીર જુઓ.”
રણીશ્રી, હું અને તમે ધર્મે એક છીએ. મેં તો તમને ક્યારનાં બહેન માની લીધાં છે.”
મિનળદેવીનું મન ચરાજી થઈ ગયું.
તાકડે ફરતો-ફરતો રાજકુમાર જયસિંહ ત્યાં આવી ચડ્યો. એ ઉદા મહેતાની મોટી-મોટી મૂછો ને ઘઢીના થોભિયા જોઈ પૂછવા લાગ્યો :
“મા, મા, આ બેણ છે ?' રાજમાતા લાગણીમાં હતાં, તેઓ બોલ્યાં :
બે મા ભેગા કર તો શું થાય ? જયસિહ ક્યું : “બે મા ભેગા કરીએ તો મામા થાય.” બેટા, તારા મામા છે.”
જયસિંહ તો ભારે તોફાની. એ તો ઘેડીને ઉદ્ય મહેતાના ખોળા પર ચઢી ગયો ને કહેવા લાગ્યો :
“મામા ! મામા ! એક સુંદર વાર્તા ક્યો.” ઉદ્ય મહેતા કહે : “વાત કહું શિયાળની ચતુરાઈની.” રાજકુમાર કહે : “હા, હા, એ વાત ક્યો.” ઉદ્ય મહેતાએ વાત શરૂ કરી : “એક હતું શિયાળ ! શરીરે જોયું તો સાવ નાનું !
એને વિચાર થયો કે મારવો તો મીર, ફીરને મારવાથી શું વળે ! રોજ નાનાં નાનાં જીવોનો શિકાર કરું છું. આજ તો એમ થાય છે, કે હાથીનો શિકાર કરું.
જેને-જેને એણે આ વાત કરી, તે સહુએ શિયાળને બેવકૂફ માન્યું.
એક દહાડો એણે સહુ શિયાળિયાને કહ્યું : “હું હાથીનો શિકાર કરવા ઊપડું છું. મને તો સહુ શુભેચ્છા પાઠવો.”
સહુએ કહ્યું : “તું બેવ છે, અમે નથી. શિયાળે હાથીના શિકાર ક્ય, એ અમે બાપગોતરમાં પણ સાંભળ્યું નથી.”
રાજમામા પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org