________________
રાજમામા
ઉદા મહેતાનો રાજકાજમાં થોડો પગપેસારો થવા માંડ્યો હતો. મિનળદેવી માનવજાતનાં પરીક્ષક હતાં. એમને આ નીતિવાળો વાણિયો નજરમાં આવી ગયો. વધુ પરિચય થતાં એ બુદ્ધિશાળી પણ લાગ્યો, રાણી મિનળદેવી એના પર ખૂબ વિશ્વાસ રાખવા લાગ્યાં. ખાનગી કામ એને બતાવતાં થયાં.
આંટીઘૂંટી ઊભી થાય કે તરત ઉઘ્ર મહેતાને તેડું જાય.
ઉદ મહેતા આવે કે આંટીઘૂંટી આપોઆપ ઊક્લી જાય. ઉઘ્ર મહેતા ગમે તેવા કામનો કેમ નિકાલ કરે છે, એ કોઈ જાણે નહિ. હસતા જાય, હસાવતા જાય, મશ્કરી કરતા જાય, ને ક્રમ કાઢી લે: હોશિયાર માણસ આંખમાંથી શું કાઢી લે એમ !
.
અંતઃપુરમાં પણ કંઈક ગૂંચો ઊભી થાય, નારદમુનિ જેવા ઉદા મહેતા ગમે તે રાણી પાસે પહોંચી જાય, એને એવી રીતે સમજાવે કે બધો ઉક્ળાટ તરત શાંત થઈ જાય.
મિનળદેવી હે :
‘ઉદા મહેતા ! અહીં મંત્રીઓની ખોટ નથી. સાંતુ મહેતા, મુંજાલ મહેતા,
૫૪ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org