________________
મિનળદેવીને વાત ગમી ગઈ.
કરણદેવે કહ્યું : “ઉદ્ય મહેતા ઊંચા વિચારના છે. કર્ણાવતીનું મહાજન એમનું માન કરે, અને પાઘ પહેરવે. હું એમને રાજભંડારી નીમું છું.”
આખા ગામમાં ઢોલ પિટાયો. લોકમાન્ય દિશા એક દહાડામાં રાજમાન્ય ઉદ્ય મહેતા બની ગયા.
મહાજને એમને પાઘ પહેરાવી.
ઉદા મહેતાએ તરત સાબરને કંઠે જમીન લીધી. શિલ્પી ને સલાટ બોલાવ્યા. કમ ચાલુ થયું.
ટૂંક સમયમાં તો સુંદર દેરાસર બની ગયું.
એક દહાડો ધામધૂમ શરૂ થઈ. મંદિરમાં મૂર્તિ પધરાવી. આખું ગામ જમાડયું. આખા ગામનો ધુમાડો બંધ ર્યો. ઉદા મહેતાએ દેરાસરનું નામ આપ્યું, ર્ણવિહાર.”
પણ પ્રજાએ તો એ દેરાસરને હંમેશાં ઉદયન-વિહારને નામે ઓળખ્યું.
ઉદયન વિહાર
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org