________________
‘રાજાજી, જમીન હવે મારી નથી. મેં પૈસા લઈને એને આપી દીધી છે. જમીન એની છે. એ જમીનમાંથી પાયો ખોદતાં ચરુ નીક્ળ તો એનો. એરુ નીક્ળ તો પણ એનો. જે જમીનનો માલિક એ ધનનો માલિક. મારે અણહક્યું ધન ન ખપે.'
રાજા કરણદેવે બંનેની દલીલો સાંભળી.
દલીલો સાંભળીને રાજા-રાણી મનોમન રાજી થયાં. મનમાં વિચાર્યું કે વાહ મારી પ્રજા ! વાહ તમારો નીતિ-ધર્મ ! પ્રજાની માણીમાં જેમ રાજાનો છઠ્ઠો હિસ્સો, એમ પ્રજાનાં પુણ્ય-પાપમાંય રાજાનો ભાગ !
રાજાએ હસીને પડખે બેઠેલાં રાણી મિનળદેવીને ક્યું : ‘રાણીજી ! ન્યાયધર્મમાં તમે કુશળ છો. કરો આ ઝઘડાનો ન્યાય.' રાણી મિનળદેવી તો આ વાણિયા પર અને આ લાછી પર ખુશી-ખુશી થઈ ગયાં હતાં.
રાણી કહે : ‘હું ન્યાય કરું છું. બંને અડધોઅડધ વહેંચી લો.
જાણે અંગારા ચંપાયા હોય એમ બંને જણાં બોલી ઊઠ્યાં : ‘રાણીજી ! એ ધન અમને ન ખપે. રાજભંડારમાં લઈ લો. જેનું કોઈ ધણી નહિ, એનું ધણી
રાજ'
રાણી મિનળદેવી હે : ‘જેને કોઈ ન પરણે એને ખેતરપાળ પરણે, એવી વાત કરો છો તમે. આ ધન રાજને પણ ન ખપે.’
‘તો શું કરવું? રાજા કરણદેવ વિચાર કરી રહ્યા.
ઉદ્દો એ વખતે બોલ્યો : ‘આપ હુક્મ કરો તો રસ્તો બતાવું.' મિનળદેવી : ‘બતાવ રસ્તો. તું બુદ્ધિમાન લાગે છે.’
ઉદ્દો હે : જે ધન રાજને ન ખપે, એ દેવને અર્પણ થાય. આ ધનથી ર્ણાવતીમાં એક દેરાસર બાંધીએ.’
રાણી મીનળદેવી પિયર પક્ષે જૈન હતાં. એ વખતે ધર્મ પોતપોતાની અંગત-પ્રીતિની વસ્તુ હતી. ર્ણદેવ શૈવ ધર્મ પાળતા, પણ એથી મનમાં કોઈને કંઈ ન લાગતું. એક બીજાના ધર્મને એક્બીજાં માન આપતાં.
પર * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org