________________
ઉદ્ય શેઠ ક્યુ : ‘તમારી વાત સાચી, અહીં આવી હું સુખી થયો છું. બાકી આ ધન તમારું છે. તમારે લેવાનું છે.’
લાછી હે : ‘મેં તો જમીન તમને વેચી દીધી. હવે જે મળે તે તમારું’ ઉધ શેઠ હે : ‘જમીન મારી. સો ટચની વાત. પણ જમીનમાં જે હોય તેના માલિક તમે.'
લાછી હે : ‘એ ન બને. જમીન તમારી અને ધન પણ તમારું'
ન
ઉઘ શેઠ ક્યુ : ‘મારા માટે એ ધન અણહકનું ગણાય, મને ન ખપે. તમારે લેવું પડશે.’
લાછી હે : ‘હું તો એને હાથ પણ નહિ અડાડું.’ વાત આગળ વધી. આ વાત સાંભળીને પડોસીઓ આવ્યાં, પણ તેઓય કંઈ નિવેડો લાવી ન શક્યાં. બેમાંથી એકે ણ ધનનું માલિક થવા તૈયાર ન થયું.
આશ્ચર્ય તો જુઓ ! જગતમાં ધન લેવાના ઝઘડા ચાલે છે, ત્યારે અહીં તો ધન ત્યાગવાના ઝઘડા જાગ્યા !
જૂની આંખે સહુને નવા તમાશા જોવા મળ્યા.
ઝઘડો મહાજન પાસે ગયો. મહાજન પણ આમાં કંઈ કરી ન શક્યું. બેમાંથી એકે જણ ધન લેવા તૈયાર ન થાય, પછી વાત કરવાની શી !
આ વખતે ઉદ્યએ ક્યું : ‘જે ધનની માલિકી વિષે ઝઘડો પડે, એ ધન રાજનું. માટે રાજ પાસે ચાલો.’
બંને જણાં રાજદરબારે ગયાં.
રાજા કરણદેવ સિંહાસને બેઠા છે. પડખે રાણી મિનળદેવી બેઠાં છે. રૂપ ને વૈભવ ઇંદ્ર-ઇંદ્રાણીનાં છે.
ઉદાએ દરબારમાં હાજર થઈને વિનંતી કરી.
‘રાજાજી ! રાજાજી ! ન્યાય કરો, લાછીબહેનની આ જમીન છે. એ જમીન મેં ખરીદી છે. જમીનમાંથી ધનનો ચરુ નીક્ળ્યો છે. ચરુ લાછીબહેનનો છે. આપું છું પણ લેતાં નથી.'
લાછી બે હાથ જોડી આપું ઓઢણું ઓઢી બોલી :
Jain Education International
For Private & Personal Use Only
ઉદયન વિહાર * ૫૧
www.jainelibrary.org