________________
ઉદાની વહુ કહેતી : “આ નઘરોળ લોકને આશરો ક્વો ? આદરમાન કેવાં ? આપણી ગઈકાલ એ ભૂલ્યાં હશે, પણ એમની ગઈકાલ આપણે ભૂલ્યાં નથી.”
ઉદ હસીને કહે : “બધી વાત માણસના ભાગ્યની છે. એ આપણી પાસે નથી આવ્યાં, આપણા ભાગ્ય પાસે આવ્યાં છે. ભલે આવ્યાં. કોઈએ કર્યું એમ ન કરવું, સારું હોય એ કરવું. જો ધોબીએ ધોબી થઈશું, તો એ બધાં સારું શીખશે ક્યારે ?
ઉદો તો સહુને આશરો આપે છે. રમાડે છે, જમાડે છે, ફેરવે છે, ફેરવે છે. ધંધો-ધાપો કરાવે છે.
ઉદો તો જાણે પારસમણિ છે. ગમે તેવું લોઢું એને અડ્યું કે સાવ સોનાનું થઈ ગયું સમજો.
અને એક જણ મારવાડથી અહીં આવ્યો, ઠરીઠામ થયો, ધંધે લાગ્યો, પાસે ચાર પૈસાનો જીવ થયો, સુખી થયો ને મારવાડમાં ખબર પડી કે પાછા બીજા ચાર જણ હાજર જ છે.
ઉો પોરસવાળો જીવ હતો. એ પત્નીને પણ પોરસ ચઢાવતો ષેતો :
લોક મારા કરતાં તારાં વખાણ વધુ કરે છે. ધે છે, કે ઘર કંઈ પુરુષનું નથી, ઘર બૈચંઓનું છે. ઉધના ઘરમાં તો અન્નપૂર્ણા છે.”
ઉદાની પત્ની ધાનબાઈને આથી ઉમંગ વધતો. બીજું તો ઠીક પણ હવે ઘર ટૂંકું લાગતું હતું. આટલાં બધાંનો સમાસ થતો નહોતો.
એક દહાડો ઉદાએ દું: ‘લાછી બહેન ! વિચાર થાય છે, કે નવી જમીન લઈ ઈંટોનું મકાન ચણાવું. બહુ સંકડાશ લાગે છે.'
ઉધશા ! વાત સાચી છે. તમારી સ્થિતિ પ્રમાણે તમારે ઘર પણ જોઈએ. જમીન હું આપું.”
ઘણા દહાડા મતનું ખાધું ને મસ્જિદે સૂતા, લાછીબહેન ! હવે કંઈ પણ મત ન ખપે. તમો તો લક્ષ્મી છો. તમારો ગુણ તો ભુલાય તેમ નથી. આ ચામડીના જોડા સિવડાવું તોય...” ઉદો બોલતાં બોલતાં ગળગળો થઈ ગયો.
“ઉધશા ! આ સંસાર તો ચલા-ચલીના ખેલ જેવો છે. હું તમને મદદ કરું
૪૮
ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org