________________
૭
ઉદયન વિહાર
ઉદ્મ ગુજરાતીનાં ભાગ્ય જાગ્યાં છે. સુખ આવ્યાં છે, સંપત આવી છે. માન, મોભો અને આબરૂ ત્રણેમાં એ આગળ પડતો છે.
લાછીને ઘેર તો રાતમાંથી દિવસ ઊગ્યો છે. વગર પરિવારે એને પરિવાર આવ્યો છે. સવારથી સાંજ સુધી એ પળોજણમાંથી પરવારતી નથી. ઉદને તો એ ભલો અને એનો ધંધો ભલો.
અને ધંધામાં ભાગ્ય એવાં ખૂલ્યાં છે, કે ભોરિંગના ઘરમાં હાથ નાખે તોય સોનું હાથ આવે.
ઉદાની ચઢતી કળા જોઈ મારવાડમાંથી પણ એનાં સગાં-સંબંધી દોસ્તમિત્રો કમાવા ગુજરાતમાં આવે છે.
સંપત્તિનાં કોણ સગાં નથી ?
કાલે ઉદાને ઝેર ખાવા કાવિડયું આપવા કોઈ તૈયાર નહોતા, કૂતરાને નીરવા જેટલો રોટલો આપવા કોઈ તૈયાર નહોતા, એ આજે ઉદ્યને અછો-અછો વાનાં કરતા હતા. હૈયાની વાટકીમાંથી જાણે હેત-પ્રીત છલકાઈ જતાં હતાં.
ઉદયન વિહાર × ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org