________________
મળ્યો. સહુને એક જ વાત કહે,
ભાઈઓ ! જોવાજોગ ગુજરાત છે. તપિયાનાં તપ, સતિયાંનાં સત ને શ્રીમંતની ખરી શ્રીમંતાઈ ત્યાં છે. બાહુબળ, બુદ્ધિબળ અને ભાગ્યબળ અજમાવવા જેવી ભૂમિ છે.”
ગુજરાતનાં હવાપાણી, ભૂમિ અને માણસ વગેરે માટે ઉો ખૂબ વખાણ કરવા લાગ્યો.
આ તો લોક સમુદાય છે. ગામને ગળે કંઈ ગળણું બંધાય છે ? સહુએ ઉદાનું નામ “ઉદો ગુજરાતી રાખ્યું.
ઉદાએ એ નામ હોંશે હોંશે સ્વીકારી લીધું. બોલ્યો, “બંધુઓ, મારો ભાગ્યોદય ગુજરાતમાં થયો, માટે હું ઉદો ગુજરાતી. પણ ગુજરાતી ને મારવાડી જુદા નથી હે મૂળ એક છે. વૃક્ષ એક છે. ડાળ ભલે જુદી જુદી હોય.”
આમ, થોડા દિવસ ઉદો વતનમાં હર્યો-ર્યો, ને પછી બૈરી-છોકરાંને લઈ કર્ણાવતી તરફ ઊપડ્યો.
વતનને જાણે છેલ્લા રામરામ કર્યા.
૪૬ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org