________________
જુક્તિથી લડવું હોય તો જુક્તિ તૈયાર ! ધોકાબાજી કરવી હોય તો ધોકાથી તૈયાર ! ઉદ્યનું પહેલવાન અને ક્સાયેલું શરીર અને મીઠી જીભ જોઈ કોઈ ઊભું ન રહેતું. આમ લાછીને રોજની હયાહોળી ઓછી થઈ.
લાછીએ એક વાર ક્યું : ‘ઉઘ્રશા ! તમારાં બૈરાંછોકરાંને લઈ આવો.’ ઉદ્દો ક્યે, ‘એ પગબંધણ ન પોસાય. અમારા દેશમાં તો કોઈ ઘર સાથે ન રાખે. બાર મહિનામાં એક મહિનો ઘેર જઈ આવીએ, બાળબચ્ચાંને મળી આવીએ ને વતનની હવા ખાઈ આવીએ.'
લાછી કહે : ‘અમારે ત્યાં કોઈ એક્યું ન રહે.’
ઉદ્દે હે : ‘અમારે ત્યાં કોઈ બેક્યું ન રહે. ધંધો કરવો ને ઘરની ઝંઝટ રાખવી, એમાં બોબડી બે ખુએ. બૂઢાપામાં પછી ઘરબાર છે ને !'
લાછીએ ઘણું હ્યું, પણ ઉદાએ ન માન્યું. એ તો ચોવીસે ક્લાક ધંધામાં લાગી ગયો હતો. ખાતાં-પીતાં, સૂતાં-બેઠતાં, ધંધો, ધંધો ને ધંધો !
પણ લાછી જોતી કે ઉદ્યને ક્માવામાં જેટલો રસ છે, એટલો ખર્ચવામાં પણ છે. લાછીએ એક દહાડો પૂછ્યું :
‘એક્લા રહી, હાથે રાંધી, હાથે જમી, કાળી મજૂરી કરી ધન એકઠું કરો છો ને પછી આમ ખર્ચ કરતાં કંઈ થતું નથી ?
ઉદશા હે : ‘લાછી બહેન ! ખર્ચવું એય મારે મન માવાનો એક ભાગ છે. જેમ વધુ માણસો માટે ખર્ચીએ એમ વધુ માણસો સાથે સંબંધ બંધાય, જાણપિછાણ થાય. જાણ-પિછાણ અને સંબંધ એ જ ધંધાનો મૂળ પાયો છે.’ આમ, ઉદ્યશા ર્ણાવતીમાં ખૂબ જાણીતા થઈ ગયા. એમનાં વેપાર-વટ વધી ગયાં.
એક દહડો મારવાડથી ખેપિયો આવ્યો. એ સમાચાર લાવ્યો કે મા ખૂબ માંદી છે, જલદી તેડાવ્યા છે.
ઉલ્લે તરત રવાના થયો, પણ મા-બેટાનો મેળાપ ન થયો. ઉદ્દે ત્યાં પહોંચ્યો ત્યારે માનું શબ ઘર બહાર નીક્ળતું હતું. ઉદાએ માતાનાં અંતિમ દર્શન ર્યાં, ભારે હૈયે અગ્નિાહ દીધો.
થોડા દહાડા ગામમાં રોકાયો. નાતજાતમાં ખર્ચ કર્યું. મિત્રોને, ઘેસ્તોને
ઉદો ગુજરાતી × ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org