________________
ઘી તે કેવું ? બરફના કકડા જેવું. અને વળી સામે પગલે જઈને ઘેર પહોંચાડી આવે. ોઈ વાર લેઈને ઘી ન ગમે તો પાછું લે. ગમે નહિ ત્યાં સુધી પૈસા ન લે. સહુને કહે : “ખાઈને પૈસા આપજો.”
દુકન તો ધમધોકાર ચાલી. રહેવાનું ભાડું નહિ. ઉો ખાવામાં શોખ કરે તો પાશે-અડધો શેર ઘી ઘળમાં નાખી ખાઈ જાય, બાકી બીજું કંઈ નહિ !
થોડા વખતમાં Íવતીમાં કહેવત થઈ ગઈ કે ઘી તો ઉદાશાનું ! જમણમાં, વરામાં, ઘરવપરાશમાં ઉદાશા-ઉદાશા થઈ ગયું !
ઘરની સ્ત્રી કહે : “ઉદાશા લાવ્યા છો કે બહારનું ?' શુદ્ધ ઘીનું નામ જ “ઉદાશા' પડી ગયું.
ઉદાશાને કમ વધી ગયું. એણે એક નોકર રાખ્યો. પણ નોકર રાખ્યો એટલે શેઠાઈ કરવાની નહિ. નોકરની હારોહાર કામ કરવાનું.
લક્ષ્મીદેવીનું તો એવું છે, જ્યાં વળી ત્યાં વળી !
ઉદ્યશાને ત્યાં લક્ષ્મીનો ઢગલો થવા માંડ્યો. હવે તો વખત આવે તો ઉદો બે પૈસા વાપરવા પણ લાગ્યો. લેઈ પણ જાહેર કામ હોય, ફંડળો હોય તો ઉદાશા ત્યાં હાજર હોય.
ખરડામાં છેલ્લું નામ લખાવે, ને શક્તિ મુજબ આપી બે હાથ જોડીને ઊભો રહે અને કહે :
સંઘનો માલ છે. સંઘ માબાપ છે. મારે તો દોરી, લોટો ને ઝોળી એ રહા !'
મનની ઉદારતાથી ઉદાશા પાંચમાં પુછાવા લાગ્યા, પછી તો સંઘમાં કે મહાજનમાં કંઈક ગૂંચ પડે, એટલે ઉદાશાને તેડું જાય.
ઉદાશા આવે ને રમતવાતમાં ગૂંચ કાઢી નાખે.
લાછીના તો ઉદ્ય પર ચાર હાથ, ઉો પણ એક મોટી બહેનની જેમ એની સેવા કરે, અને કઈ વાતે ઓછું આવવા ન દે.
દિવસો સુખમાં પસાર થવા લાગ્યા. લાછીનાં સગાંવહાલાં એને હેરાન કરવા આવે, તો ઉદ્ય ભેરમાં ઊભો રહે.
૪૪ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org