________________
તમે મને મદદ કરો. કેઈ વાર નાવ ગાડામાં નંખાય છે, તો કોઈ વાર ગાડું નાવમાં હોય છે. મારી જમીનમાંથી જેટલી જોઈએ તેટલી લઈ લો.”
ઉદાશાએ તો સરસ જમીન પસંદ કરી. બે માળની હવેલી બાંધવાના વિચારથી ઊંડો પાયો ખોદવા માંડ્યો.
પાયો પહેલેથી સારો ર્યો હોય તો પછી ચિતા નહિ. ઉદો પાસે ઊભો રહીને પાયો ખોદાવવા લાગ્યો.
પાયો ખોદાયો, ખૂબ ઊંડો ખોદાયો. ઊંડે ઊંડે ખોદતાં મેદાળી સાથે કંઈક ભટકયું.
ખણીમ્, ખણીમ્ !
નક્કી કંઈ લોઢું લાગે છે ! જાળવીને વધુ ખોદ્યું તો ધનથી ભરેલો ચરુ નીકળ્યો.
જૂના વખતમાં બેંકો નહોતી, તિજોરીઓ નહોતી, લોકો તાંબાની ગાગરમાં સોનું-રૂપું મૂકી ધરતીમાં ઘટી દેતા. વરસો સુધી જમીનમાં પડ્યું રહેતું. ઘટનાર જ એ જાણતો. ઘટનાર ઈ વાર અચાનક ગુજરી જાય તો એ ધન ત્યાં ને ત્યાં પડ્યું રહેતું.
અને આમ લેઈ વાર અચાનક એ નીકળી આવતું. ઉદ્ય શેઠ પાયામાં ઊતર્યા. સાચવીને ધન બાર દ્રાવ્યું.
સહુના મનમાં હતું કે હમણાં આ વાણિયો ધન ઘર ભેગું કરશે. ધન સાટું તો લોક રાત-દહાડો એક કરે છે, ખૂન-પસીનો એક કરે છે, છતાં જોઈએ એટલું મળતું નથી. ત્યારે આ તો લખમીજી સામે પગલે પધાર્યા, આવો લાભ કોણ જતો કરે ?
ધનના ચરુ બહાર નીકળ્યા, કે ઉદા શેઠે લાછીબહેનને તેડું મોક્લીને બોલાવી.
લાછી આવી. એનો હરખ માતો નહોતો. એણે બધી વાત સાંભળી લીધી હતી.
લાછી બોલી : “ઉદા શેઠ ! પેલા લોકોએ કહ્યું હતું કે તમારું ભાગ્ય કર્ણાવતીમાં છે. એ આજે બરાબર સાચું પડ્યું,
ઉદયન વિહાર ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org