________________
ઉદો ગુજરાતી
બીજે દિવસે સવારે લાછી જાગી, ત્યારે ઉદ્યએ ઘરનું ઘણુંખરુંવાસીકામ પતાવી નાખ્યું હતું. લોટા ઊટકી નાખ્યા હતા. ગોળાનું પાણી બહાર કાઢી, ફરી ગાળી લીધું હતું. કૂવા પર જઈ નવું પાણી પણ ભરી લાવ્યો હતો. આંગણું તો કાચ જેવું ચોખ્ખું કર્યું હતું. છાપરા પરથી બાવાં કાઢી નાખ્યા હતા, ને ખૂણેખાંચરેથી ધૂળ ખંખેરી નાખી હતી.
એક દાડમાં જાણે ઘર બદલાઈ ગયું હતું.
અને ઉદ્યની કામ કરવાની રીત પણ રસભરી હતી. મોંએથી કંઈક મીઠું મીઠું ગાતો જાય, સિસોટી વગાડતો જાય ને કામ કરતો જાય.
ઉઘ્ર ! તું તો દીકરો છે કે દીકરી ? આ બધાં ક્રમ તો દીકરીનાં.'
5
દીકરી સમજે તો દીકરી. તમારા જેવાને પેટ દીકરી થઈને જન્મ્યો હોત તોય મારુંદળદર ફીટી જાત. દીકરાને રળીને લાવવું પડે ઘરમાં. દીકરી તો લાવે નહિ ફૂટી પાઈ ને લઈ જાય ઘર આખું !'
‘એટલે તું ીરી થવા માગે છે કાં ? લુચ્ચો.' લાછીને છોકરો ચતુર
૪૨ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org