________________
લાછી એ જુવાનિયા પર વારી ગઈ. એક વાર એ પણ ઘરબારી હતી.
પૈસો હતો. પતિ હતો. પુત્ર હતો. અમન-ચમન હતાં. પણ છોકરો એકએક ગુજરી ગયો. એની પાછળ પતિ ગયો. પતિ પાછળ પૈસો ગયો.
આજે મૂડીમાં થોડી રોકડ, થોડાં ઘરેણાં અને આ એક ઘર લાછી પાસે હતાં. લાછીએ આ પછી ધર્મમાં ચિત્ત પરોવ્યું. દિવસનો મોટો ભાગ દેવદર્શન અને સાધુસંતોની સેવામાં ગાળવા લાગી. *સાધર્મિની સેવામાં એને બહુ રસ હતો.
ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવામાં એનો જીવ ખૂબ રાજી રહેતો. શાસ્ત્રમાં તો લાછી લાંબું ન સમજતી, પણ જેટલું જાણ્યું એમાંથી એણે એટલો સાર કહ્યો કે દુ:ખીનાં દુઃખ ઓછાં કરવાં એ પોતાનાં દુ:ખ ઓછાં કરવા બરાબર છે.
લાછીને થોડાં સગાંવહાલાં હતાં, એ લાછી કરતાં લાછીનાં સોનારૂપામાં ને માનમાં વધુ રસ રાખતાં. કેટલીક વાર એને એક્લી જોઈ ઘેર આવીને હેરાન પણ કરતાં.
સંસારની પ્રીત સ્વાર્થી છે, સહુ સ્વજન સોનાનાં સગાં છે એમ લાડીને ભાસી ગયું હતું. સંસાર પરથી એને વૈરાગ્ય આવ્યો હતો, એનો જીવ ખૂબ ઊંચો રહેતો.
ન જાણે કેમ આજે ઉદને જોયા પછી એને પોતાનો પુત્ર યાદ આવ્યો હતો. એ હોત તો આટલો મોટો હોત ! આવડો હોત ! આવા મજબૂત બાંધાનો હોત ! આવો બેપરવા મસ્ત જુવાન હોત !
ઉદો જુવાન થયો હતો,નાની સરખી દાઢી ફૂટી હતી, પણ એનું નિર્દોષ મુખ શ્રદ્ધા પ્રેરતું, એની વાણી મીઠાશ આપતી.
લાછીને મનમાં માતૃત્વ જાગ્યું, એક વાર ઉધના વિશાળ ક્વાળ પર હાથ ફેરવવાનું મન થયું.
પણ થાકેલો-પાકેલો છોકરો જાગી જાય તો...એની ઊંઘ બગડે.
લાછી બિલ્લીપગે નીચે ઊતરી ગઈ. * સાધર્મિક-સમાન ધર્મ પાળનારા.
ભાગ્યદેવી ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org