________________
નસીબમાં વિશ્વાસ રાખ. છોકરા! અહીં મારે ત્યાં ઘણી જગ્યા છે. અહીં રહેજે ને ધંધો કરજે.”
‘વારુ બહેનજી ! તમારો ઉપકાર કદી નહિ ભૂલું. વાડ વગર વેલો ચડતો નથી.”
“ભાઈ ઉદ્ય ! આમાં હું કંઈ ઉપકાર કરતી નથી. મારા ધર્મનું પાલન કરું. છું. સાધર્મિકની સેવાને મોટું પુણ્ય કહ્યું છે. આ તો ર્ણાવતી છે. પાટણમાં તું જા તો તને બધા શ્રીમંતો એક-એક સોનામહોર ભેટ આપે. એક દહાડામાં કડકો બાલુસ પૈસાદાર બની જાય.'
“ધર્મનું શરણ અજબ છે. જે ધર્મના બળે હું અજાણ્યો આશરો પામ્યો, એ ધર્મને હું કેમ ભૂલીશ ?'
આટલી વાત કરતાં બાઈનું માન આવી ગયું મકન એક માળવાળું હતું, છતાં સગવડવાળું હતું. લાછીએ કહ્યું :
ઉદાભાઈ ! આ ખાટલો, આ મેડો, ચડી જાઓ મેડા માથે. તમને પૂછે એને ભગવાન પૂછે. તમે તમારે નિરાંતે અહીં રહો. જમવાની જોગવાઈ કરું છું.”
ઉદ્યને તો જાણે મન શું મળ્યું-મહેલ મળ્યો. એણે તો લીધી સાવરણી અને મેડો સાફ કરી નાખ્યો.
ખાટલો ઉપાડીને મેડી પર ચઢાવી ઘધો. નવખંડની નવાબી મળી. પોતાનાં ઝોળી ને દોરી-લોટો ખીંટી પર લટકાવી દીધાં.
લાછીએ પાણીની માટલી ને ઘડો આપ્યાં. ઉદો ધમધમાટ કરતો વે" પહોંચી ગયો. ઘડો ઊટી, માટલી સાફ કરી, ગળીને પાણી ભરી લીધું.
લાછીએ જોયું કે મારુ જુવાન કામ કરવામાં તેમ જ ધર્મના આચારો પાળવામાં કુશળ હતો.
રસોઈ આવી. ઉો બે પેટ ભરીને જમ્યો ને ખાટલા પર લંબાવ્યું. થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. આવી મીઠી નિદ્રા એણે જીવનમાં પહેલી વાર અનુભવી.
લાછી થોડી વારે નિસરણી પર આવીને ડોકિયું કરી ગઈ. નવજુવાન નિરાંતે ઊંઘતો હતો. ૪૦ ક ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org