________________
કર્ણાવતી તે અજબ નગરી છે ? ઇંદ્રપુરી જોઈ લો ! અહીંનાં માણસો ન બેઠી જેવાં જાડાં છે, ન સોટી જવાં પાતળાં છે. સુંદર ઘાટીલાં નર-નાર છે. સારાં વસ્ત્રો પહેર્યા છે. મોંમાં પાન રહી ગયાં છે! બનમાં મોતીની શેલકડીઓ ઝુલે છે. ગળામાં સોનાનો ટૂંપિયો છે. હાથે તેમના વેઢ છે.
પુરુષોનાં ઝુલ્ફાંમાંથી તેલ ચૂએ છે. સ્ત્રીઓએ પગની પાનીએ અડતા વાળના અંબોડા વાવ્યા છે, વેણી ગૂંથી છે. સ્ત્રી શરમની પૂતળી છે. મોં પર ઘૂંઘટ નથી, પણ કપાળ સુધી ઓઢણું ઓઢ્યું છે. ગુલાબ, મોગરો, ચંપો, જાઈ-જુઈના હાર, ગજરા ને વેણી લઈ રૂપાળા માણસો ચારે તરફ ફરે છે. એમની વાણી સાંભળવી એ પણ જીવનનો લાવો છે.
દરેક જણ દિવસમાં બે વાર સ્નાન કરે છે. સ્નાન કરીને સુંદર કપડાં પહેરે છે. કપડાં પહેરી આભૂષણ ઘાલે છે. પછી સ્ત્રી-પુરુષ બંને વાળ હોળે છે. કપાળમાં બંને તિલક કરે છે. પછી બહાર ફરવા નીકળે છે. સવારે દેરે મંદિરે જાય છે. સાંજે બહાર બગીચે ફરવા જાય છે.
બજાર તો જોવા જેવી છે. દરેક વસ્તુનાં હાટ ાઘ છે, લત્તા જુદ છે, વેપારી જુદા છે.
આખો દહાડો ત્યાં મળેલો જામેલો રહે છે ! વાહ કર્ણાવતી વાહ ! વાહ મારી ભાગ્યની ભૂમિ !
સ્ત્રી કંઈ પ્રશ્ન કરતી તો ઉદ્દે સુંદર જવાબ આપતો. બાઈ આ છોકરાની હાજરજવાબી જોઈ ખુશ થઈ ગઈ.
અહીં જ રહેવું છે ને, ઉદભાઈ ?' બાઈએ પ્રશ્ન કર્યો.
તેમ નહીં, બહેન ! એમ જ્હો કે મારે અહીં જ મરવું છે. હવે આ દેઘરથી ઘેર પાછા જવું નથી. કાં તો ભાગ્ય ફળે, બં જીવનનો અંત આવે-બંને અહીં જ. અઠેલી દ્વારા !” ઉદ્યએ કહ્યું.
એમ નિરાશ થવાની જરૂર નથી. માગ્યા વગર તો મા પણ ન પીરસે. સાચા ભાવથી માંગો. જરૂર મળશે.” બાઈએ કહ્યું.
માગી-માગીને થાક્યો, પણ નસીબ એવું છે, કે વીંટી માગી હોય તો વિછી આવી મળે છે.”
ભાગ્યદેવી ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org