________________
“ચાલો, આવું છું બહેનજી ! ઉદ્યએ બહેનને જ લગાડી માન આપ્યું. ઊભો થયો ને બોલ્યો : “મારે તો કંઈ પૂછવા જેવું નથી. મડા માથે વીજળી પડતી નથી, પણ આપનું નામ ?”
લાછી.” સ્ત્રી બોલી. એટલા શબ્દમાં જ પૂરેપૂરો ભાવ હતો.
લાછી એટલે લક્ષ્મી ને ?' ઉદાએ લાછીનો મૂળ શબ્દ કહ્યો, ને આગળ પ્રશ્ન ક્યું :
ધંધો ?” છિપાનો.' ભાવસારનો કેમ ? કપડાં રંગવાનો ? કપડાં છાપવાનો. કેમ ?' હા.' બાઈએ ટૂંકે જવાબ આપ્યો.
“મારા પર આટલા હતભાવનું કારણ ?' ઉદને હતું કે ગરજ વગર આટલું ગળપણ કોઈ ન પીરસે.
તમે દુ:ખી સાધર્મિક છો. સાધર્મિની સેવા એ સાચા જૈન ધર્મીની ફરજ છે.'
“ચાલો બહેનજી ! ચાલો. ઉદ્ય પણ કોરા કાપડ જેવો જ છે. તમારો ક્લબ એના પર પણ અજમાવજો. ધોજો, રંગજો, ભાત પાડજો, ને બજારમાં ઊભો રાખજો. મોંઘા ભાવે મુલવાશે હો.”
આટલું દ્દીને હસમુખો ઉદો ઊભો થયો. લાકડી લીધી, બટવો લીધો, ને સ્ત્રીની પાછળ ચાલી નીકળ્યો. એને ખાતરી થઈ ગઈ કે ની આ જ મારી ભાગ્યદેવી ! ભગવાને પ્રસન્ન થઈને મોક્લી. લખમી હાજરાહજૂર ચાંલ્લો કરવા આવી છે, હવે મોં ધોવા જવું નથી.
આગળ સ્ત્રી અને પાછળ ઉો.
ઉધને કમરૂ દેશની વાત યાદ આવી. અરે, કમરૂ દેશની કમિની તો આ ન હોય ! ઉદાના મનમાં શંકા થઈ આવી. વળી વિચાર આવ્યો કે કદાચ એ બળદ બનાવી ઘાણીએ જોડે, ાં પોપટ બનાવી પાંજરે ઘાલે તો ભલે. અહીં બળદ થઈને પણ જીવવામાં સાર છે.
શેરી અને રાજમાર્ગ વટાવતાં બંને આગળ ને આગળ ચાલ્યાં. ૩૮ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org