________________
ફરવાની વેળા નથી.”
કર્ણાવતી નગરીનાં સુખી નર-નાર દર્શન કરવા આવતાં હતાં. સોપારી, ચોખા, ફળ, ફૂલ ને પતાસાં ચઢાવતાં હતાં. કઈ સ્વસ્તિક રચી ઉપર રૂપાનાણું કે સોનાનાણું મૂક્તાં હતાં.
ઉદ્ય પાસે દેવને ધરવા ચોખાય નહોતા, બદ્યમ કે સોપારી કે શ્રીફળ તો ક્યાંથી હોય ? એક શ્રાવકે ચોખાનો બટવો ઉદ્ય સામે ધર્યો. ઉદાને લાગ્યું કે અહીનાં માનવી હેતપ્રીતવાળાં છે. એણે બટવો લીધો, એમાંથી ચોખા કહ્યા, સાથિયો ચીતર્યો ને સાથિયા ઉપર બદ્યમ મૂક, એમાંથી એક કવડિયું કાઢીને ભંડારમાં નાખ્યું. બધું પારકું ને પોણાબાર.
ઉદાના મનમાં થયું કે આ તો પારકી લેખણ, પારક શાહી ને મતું મારે મારા ઉદાભાઈ જેવું થયું. પણ બટવો આપનારના મો પર આપ્યાનો આનંદ હતો. ઉદાને ગુજરાતનાં માણસ ગમી ગયાં. વહાલસોયી ધરતી ! ઉદાની એક જ રટના હતી,
બોલ બોલ આદેસર રદ કંઇ થારી મરજી રે !
મોંસે મુંઢે બોલ !” આદેસર દાઘ તો કંઈ ન બોલ્યા, પણ એમની મૂર્તિ જાણે હસી રહી હતી. ઉદાને આવકરી રહી હતી.
ચૈત્યવંદન કરી ઉદો બહાર નીકળ્યો. નિયમ મુજબ ઓટલા પર આવીને
બેઠો.
એ વિચારતો હતો કે આટઆટલા ભાગ્યશાળીઓમાં ન જાણે મારું ભાગ્ય ક્યાં છુપાયું હશે ! શોધવું મુશ્કેલ તો ખરું.
એ વખતે પગથિયાં પરથી એક સ્ત્રી ઊતરી. ઊતરીને ઉદો બેઠો હતો એની સામે આવીને ઊભી રહી.
ચંદનની ડાળ જેવી નાજુક ગુજરાતણ ! એણે સાવ સફેદ કપડાં પહેર્યા હતાં. હાથે ફક્ત સોનાની બે બંગડીઓ હતી. મોં ગોળ લાડવા જેવું રૂપાળું હતું, ને નયનોમાંથી હેતભાવ ટપક્યો હતો.
ભાગ્યદેવી જ રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org