________________
ભાગ્યદેવી
સાબરમતી નદીનો સુંદર કંઠો છે. પવિત્ર જળ વહ્યાં જાય છે. એ કંઠે એક સુંદર મંદિર છે.
જૈનોનું એ દેવાલય છે. ઊંચું એવું શિખર છે. સુંદર એવી બાંધણી છે. બાવન દેવલિકાઓ છે, વચ્ચે મુખ્ય મંદિર છે. મંદિરના ટોડલે-ટોડલે પૂતળીઓ
છે. ગોખે-ગોખે પ્રતિમાઓ છે. - ઉો દર્શન કરવા અંદર ગયો. એણે આદીશ્વર ભગવાનનાં ભાવથી દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. સુંદર સ્વરે સ્તવન ગાયું :
બોલ બોલ આદેસરા દા કાંઈ થારી મરજી રે !
મોંનું મુંઢ બોલ !” મનમાં ભાવ હતો. અંતરમાં ભક્તિ હતી. દૂરનો દેશ હતો, લેઈ જાનપિછાન નહોતી! એક્લો, અટૂલો, ઓશિયાળો ઉદ્દે ભગવાનને પૂછી રહ્યો હતો.
“હે દાદા ! તારી શી મરજી છે ? મને મોઢામોઢ કહે, હવે મારે પાછા ૩૪ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org