________________
ઊભી સામસામી સમસ્યાઓ નાખે છે.
જાતવાન ઘોડા પર રજપૂતો ઘૂમે છે. કેડે કટારી છે. ને કમર પર સમશેર છે. મોટા-મોટા મૂછોના થોભિયા છે.
પાલખીમાં શ્રીમંત-શેઠિયા જતા-આવતા નજરે પડે છે. રસ્તા પર સવારસાંજ સુગંધી પાણી છંટાય છે.
દૂર-દૂરથી ઘટિાગૃહ-ઘંટાઘર દેખાયું. ઘડી-ઘડી ત્યાં ઘડિયાળા વાગે છે.
ગામની વચોવચ છરબા દેવીનું મંદિર છે. જૂના વખતમાં ત્યાં આસો ભીલ રહેતો. એ લેછરંબા (કેચરબ) દેવીનો ઉપાસક હતો. એક લાખ ખડગનો ધણી હતો.
કેછરબા દેવીના મંદિર પાસે કર્ણસાગર તળાવ છે. પાસે હાથીખાનું છે. દાનશાળા છે.
રાજાનો મહેલ દેવતાના મહેલ જેવો છે. સાત માળનો છે. સાબરના જળમાં રાજના હાથીઓ સ્નાન કરે છે. ધોબી કપડાં ધુએ છે. કપડાંય કેવાં છે? અત્તરથી મહેક્તા છે. એનાથી પાણી પણ મહેક-મહેક થાય છે. રાજા-રાણીનાં કપડાં તો તે ધોવાય છે. દિવસે કપડાંની ગંધે-ગંધ ભમરા આવી હેરાન કરે છે.
લોકે પાન ચાવે છે ને પિચકારીઓ છાંટે છે.
અહીંના નગરશેઠની મોટી અતિથિશાળા છે. સાધુઅતિથિને ભોજન મળે છે. ગમે તેવા મુસાફરને ત્રણ દિવસ મફ્ત રહેવા-જમવાનું જડે છે.
ઉદી અતિથિશાળામાં જમ્યો. બે લીલાં શાક, એક કઠોળ, ઘી ચોપડી રોટલી, તુવેરની દાળ ને કમોદનો મઘમઘતો ભાત. માથે છાશનું એક છાલિયું! ઓહિયાં ! અમૃતના ઓડકર !
ઉપર પછી સોપારી, શ્રીફળ ને એલચીનો મુખવાસ.
જમાડનારનું હેત અજબ છે. જાતે પીરસે છે. આગ્રહ કરી-કરીને બે રોટલી વધારે જમાડે છે.
જમાડનારાના મોં પર જમવા જેટલું હેત છે.
ઉધનું મન થીજી ગયું. એણે મનમાં નિશ્ચય કર્યો કે જીવવાનું હોય તો અહીં જ જીવવું. મરવું પડે તોય અહીં મરવું. જીવવામાં જેવો અહીં સ્વાદ છે, એવો મરવામાં પણ છે. ઉદો બજારે ફરવા નીકળ્યો.
ઉદો ઇતિહાસ ભણે છે ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org