________________
ઉદાને ઘડીભર લાગ્યું કે આદેસરાઘાએ પોતાની વિનતી સાંભળી, પોતાની ભાગ્યદેવી હાજરાહજૂર થઈ. એક પળ એ સ્ત્રીને જોઈ રહ્યો. પછી તેને ભાન થયું કે પરસ્ત્રી જોવામાં પાપ છે. એણે નીચી નજર ઢાળી દીધી, પણ જેવી એણે નીચી નજર ઢાળી, એવો જ સ્ત્રીએ પ્રશ્ન કર્યો,
‘તારું નામ શું ?’
‘ઉદયન લોકો ઉદો કહે છે.' ર્ગાવતીની સંસ્કારિતા ઉદાને હૈયે વસી ગઈ હતી. એણે પોતાનું નામ સુધારી લીધું.
‘ક્યાંનો છે ?’
‘મારવાડનો’
‘જૈન છે ?’
હા, જૈન છું. બહેનજી ! અમારા વડવાઓ મૂળ રજપૂત હતા. પછી કોઈ મુનિના ઉપદેશથી અહિંસાધર્મી થયા. અમારો ધંધો શ્રીકરણનો (દાણ લેવાનો); પણ અત્યારે તો હાથને અને મોંને સારાસારી નથી.' ઉદ્યએ થોડી વાતમાં ઘણી વાત કહી દીધી. સ્ત્રીના ચહેરા પર એવા મીઠા ભાવ હતા, કે દુ:ખીના દિલના દરવાજા આંપોઆપ ઊઘડી જાય ! ઉઘર્ન વગર ઓળખાણે પોતાનો બટવો આપનાર ગૃહસ્થ યાદ આવ્યો, એવી જ ભલી આ બાઈ લાગી.
હોય ભાઈ ! વેળાવેળાની છાંયડી છે.' સ્ત્રીએ આશ્વાસન આપ્યું અને આગળ પૂછ્યું : ‘અહીં શા માટે આવ્યા છો ?’
‘બુદ્ધિ-બળ અજમાવવા. કં તો મીર થવા, કાં તો પીર થવા.'
‘અહીં કોના મહેમાન છો ?’
‘આ પ્રદેશમાં પહેલી વાર આવું છું, બહેનજી ! ર્ણાવતીમાં મારું કોઈ ઓળખીતું નથી. થોડાં ઝાઝાં ગણો તો તમે. મને તમારો મહેમાન ગણી લો.’ ઉદાએ સમય પારખ્યો. ઉદાના અવાજમાં ભોળી મીઠાશ હતી. એના ચહે પર ગામડાની સરળતા હતી.
‘સાધર્મી ક્યાંથી ? તો આજ તમે મારા મહેમાન, ચાલો, મારી સાથે.' સ્ત્રીએ અમંત્રણ આપ્યું.
૩૭ - ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org