________________
ગામ, નગર પુરપાટણ જેહ,
જિનવર ચૈત્ય નમું ગુણ દે.' ‘શાબાશ તારી યાદશક્તિ સારી છે. સારી વાત હમેશાં યાદ રાખવી. ઉદા ! જ્યાં-જ્યાં જા ત્યાં-ત્યાં તારી માની વતી યાત્રા કરજે. હવે કદાચ મળીએ કે ન મળીએ.'
મા ઢીલી થઈ ગઈ. દીકરાને પણ જરા આંચકે લાગ્યો, પણ મન કઠું કર્યું. ઘરની રાણીની રજા લેવા ચાલ્યો.
ઘરની રાણી તો બિચારી શું કરે ? કઈ રીતે ના પાડે ? પણ એણે એક કરામત કરેલી. થોડા દહાડાથી કળી ને ધોળી બે બિલાડીઓ હેવાયી કરેલી. ઉદો જેવો રજા લેવા ગયો કે બિલાડી આડી ઊતરી. ઘરની રાણી કહે :
આજ નહીં જવા દઉં. બિલાડી આડી ઊતરી. અપશન થાય છે.”
મા કહે : “બેટા, શક્ક દીવો છે. કાલે જજે, તારે ક્યાં મોડું થાય તો હૂંડી પાછી ફરે એમ છે !!
ઉદો એક દહાડો રોકાણો. પણ એક દિવસ એને એક ભવ જેવો લાગ્યો. બીજે દિવસે ખડિયા-પોટલિયા ખભે નાખ્યા કે વળી ચટ બિલાડી આડી ઊતરી.
ઘરની ધણિયાણી કહે : “આજ જવા નહિ દઉં.”
વળી ઉો એક દાડો રોકણો. ત્રીજે દહાડે ઉદો નીકળ્યો, વળી બિલાડી આડી ફરી.
ઉદો કહે : “જેનું ભાગ્ય બહાદુર એને બીકણ બિલાડીની શી તમા ? આજ કળા સાપ આડા ઊતરે તોય પાછો નહિ વળું !”
ઉદો ચાલી નીકળ્યો. પેટના દિકરાનેય ન પંપાળ્યો, રખેને મન ઢીલું થઈ જાય. પાછું વળીનેય ન જોયું ! મમતા બૂરી ચીજ છે. માણસ છે તો માણસનું મન છે. મનના માળખામાં માયા બેઠી છે.
જન્મભોમના ભંડાભખ ઝાંખરામાંય માણસનું મન ભરાઈ રહે છે. પણ ઉદાએ મન કઠણ કર્યું હતું. ચાકરી અને ભાખરી માટે એનાં પરિયાણ હતાં. એ બે જ્યાં મળે ત્યાં જઈને વસવું હતું.
ખભે બેરી, લોટો ને ઝોળી છે. ઝોળીમાં એક અંગૂછો, એક કેડિયું ને એક ધોતી છે. હાથમાં લાકડી છે. ૩૦. ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org