________________
કરણસંગ બાપુએ તું.
‘વાત થઈ પૂરી. ગુજરાત અને મારવાડ તો મને એક જ લાગે છે. આ સાબરમતી પણ આપણી ! આબુ-અરવલ્લીમાંથી નીક્ળી ત્યાં જાય. એટલે આપણને પાણી નવાં ન લાગે. રાજા કરણના બાપાા આપણા મારવાડના ! એ દાવો પણ ખરો ને ?'
‘હા ભાઈ હા, ટૂંકમાં તું તારે દે દોટ, રાખણહારો રામ છે.' સરીસંગે ટૂંકી વાત કરી.
ઉદાએ બધી વાત મેળવી લીધી. સપનાંનો ને સાચી દુનિયાનો બરાબર મેળ મળી ગયો.
અને ઉદ્યએ એક દહાડો કેડ બાંધી.
માને જઈને પગે પડ્યો.
માને દીકરો આંખ આગળથી અળગો થાય, એ ગમતું નહોતું. પણ દીકરો ભાગ્યદેવીને વરવા જતો હતો. કોણ આડી જીભ નાખે ! કોણ ના પાડીને અપશુક્ત કરે.
મા કહે : ‘દીકરા ! આબુના ડુંગરે દેવનાં દર્શન કરીને આગળ વધજે. ગુજરાતના વિમલશા મંત્રી ભારે દેરાં ચણાવે છે.’
‘મા ! હુંય દેરાં ચણાવીશ.’ ઉર્દો બોલ્યો.
બેટા ! દિલમાં દેરું રાખજે. પુણ્ય તને તારશે. પરસ્ત્રી તને મારશે. આપીને લેજે. જમાડીને જમજે. કરમમાં માથું મૂકે છે એવો ધરમમાંય માથું આઘું મૂકજે.’
‘સારું મા !'
‘અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઘણાં તીરથ છે. પેલું સક્લ તીર્થનું સ્તવન સાંજ-સવારે હું બોલું છું. એમાં અગિયારમી ગાથા તને યાદ છે ?' ા. મને આવડે છે. સાંભળ :
Jain Education International
‘વિમલાચલ ને ગઢ ગિરનાર,
આબુ ઉપર જિનવર જાહાર. શંખેસર કેસરિયો સાર, તારંગે શ્રી અતિ જુહાર.
ઉદો ઇતિહાસ ભણે છે : ૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org