________________
ટકની જાત્રા તો થશે. બં, ભાઈ આગળ...” ઉો બોલ્યો.
લવાડીઓ ત્યાં મહેકે છે. આંબાવાડિયાં તો કેરીએ ઊભરાયાં છે. ખેતરમાં મોતી જેવો જાર, બાજરો ને ઘઉં પાકે છે. પાણી તો હાથવેંતમાં ! અને જાણે ટોપરાનાં પાણી-એવાં મીઠાં.
ધરતીમાં તો જરા હળ ફેરવો કે ધનના ઢગલા-રસાવળના પાર નહિ. ક્યા સાવ જીવતા.'
કક ! પાણીનું સુખ ત્યાં પૃથ્વીનું બધું સુખ ” ઉદ્યએ કહ્યું.
“અને રોજરોજનાં જમણ કેવાં ? ઘીબોળી રોટલી, ખાંડ ભળેલી ખીર, કેરીના રસ ને શીખંડના વાટક ! છાશ તો પાણીના મૂલે જાય ! વરસમાં અડધોઅડધ નાતવરા કે સંઘજમણ ચાલે.”
વાહ ભાઈ વાહ ! વાત સાંભળીને મોંમાં પાણી આવે છે, પણ ત્યાંનાં માણસ ક્યાં ?' ઉદો ખીલ્યો હતો.
સોજાં અને સાચાં. સતના માટે માથાં ડૂલ કરનારું. પડોશી પર પ્રેમ રખનારાં. અસિએ, મસિએ અને કૃષિએ-તલવારે, લેખણે અને ખેતીએ ભારે ખબરદાર. અને સ્ત્રીઓ તો પદમણીઓના અવતાર. સોના-રૂપાની હેલે પાણી. ભરે. રસોઈ એવી કરે કે આંગળાં કરડી ખાઈએ. રાતે ગરબે એવી રમે કે જગદંબા જોઈ લો ! રેંટિયે બેસે ત્યાં રંભા જોઈ લો. ગીત ગુંજે ત્યારે સરસ્વતી જોઈ લો.'
ત્યાં માણસની પરીક્ષા થાય ? પરદેશીના ભાવ પુછાય ?'
અરે ! વાત શી કરો છો ? દેશદેશના બ્રાહ્મણો આવીને ત્યાં વસ્યા છે. - આપણા દેશની અઢારે ગુર્જર વર્ણ ત્યાં મળે.'
આ દેશની પાટનગરી કઈ ?'
“પાટણ, વનરાજ ચાવડાનું વસાવેલું. વનરાજને જૈન સાધુ શીલગુણસૂરિનો આશ્રય. સાધુએ આશીર્વાદ આપ્યા ને ક્ષત્રિયે નગરી વસાવી. રાજા ને પ્રજા સત્ય-નીમ નહિ ચૂકે, ત્યાં સુધી નગરી અખંડિત રહેશે.”
“રાજા તો ધનેશ્વરી કર્ણ છે, પણ રાણી કેવી છે ?' ઉદ્યએ પૂછયું.
રાણી પણ સતીનો અવતાર છે. છે તો કર્ણાટકની પણ જાણે ગુજરાતની જ જાયા ન હોય ! રાજાની સાથે નગરચર્ચાએ અંધારપછેડો ઓઢીને નીકળે છે.” ૨૮ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org