________________
‘એ ગજની તો ફીફાં ખાંડી ગયો, સોમનાથ નવું ચણાયું. દેલવાડાનાં અદ્ભુત દેરાં થયાં, મોઢેરામાં સૂર્યમંદિર બંધાયું. પછી એ ભીમદેવ ગયા. એમની ગાદીએ આજે કરણદેવ સોલંકી છે.’
‘એમને મિનલદે રાણી છે, ખરુંને ?' ઉદાએ સ્વપ્નાંની વાતની ખાતરી કરવા પૂછ્યું.
‘વાહ, મારો બેટો ઉદિયો ! અલ્યા તું બધું જાણે છે ને મારી પરીક્ષા કરે છે ? દઉં કે અડબોથ !' ક્સીમલ બાપુ તડૂકી ઊઠ્યા.
ના રે કાકા ! આ તો તમ જેવા કોઈ પાસે સાંભળ્યું'તું !'
રાણીની વાત તો ભારે ગમ્મતની છે. રાણી છે ર્ણાટક્નાં. મોહીને ઇચ્છાવર વરવા આવ્યાં. જરા રંગે શામળાં એટલે રાજાને ન ગમ્યાં. પણ પછી. એક પરધાને સમાધાન કરાવ્યું.' કેસરીમલ બોલ્યા.
‘એ પરધાન મુંજાલ મહેતો કે સજ્જન મહેતો ?' ઉદાએ વળી વાતમાં ડબલ્લું મૂક્યું.
‘મારો બેટો બધું જાણે છે. અલ્યા, શું ત્યાં તારે જવું છે ?’
‘હા કાકા ! સપનામાં આવ્યું છે. દેવ કહી ગયા કે ર્ણાવતીમાં તારું ભાગ્ય તારી વાટ જોઈને બેઠું છે.'
ત્યાં
‘આ કરણદેવ રાજાએ જ સાબરમતીને તીરે ર્શાવતી વસાવી છે. મૂળ ભીલ લોકોની પલ્લી હતી. ભીલો ત્યાં રહેતા ને લૂંટ કરતા. કરણદેવે બધાને મારીને ભગાડ્યા, ને નમૂનેદાર નગરી ખડી કરી. શું મંદિર ને શું માળિયાં ! દેવની નગરી જેવી છે કરણાવતી !'
‘પણ કાકા ! રાજા કેવો ? મુલક વો ? નરનાર વાં ?'
રાજા બીજો ાનેસરી Á જાઈ લો. એનો દરબાર એટલે ઇંદ્રસભા જોઈ લો.’ સરીસંગ બાપુએ હૂકાની એક ઘૂંટ લીધી.
‘અને ભઈલા ! મલની શી વાત કરે ? આ સોમનાથ મહાદેવનું આખા દેવિદેશમાં જાણીતું તીરથ ત્યાં ! ને ભાઈ ! શેત્રુંજો ને ગિરનાર તો તમારાં તીરથ. એ પણ ત્યાં.' ગણેશમલે હ્યું.
‘સાચી વાત, ભાગ્ય તો જાગશે તો જાગશે નહિ તો દેવની સવાલાખ
ઉદો ઇતિહાસ ભણે છે : ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org