________________
લાકડીને છેડે લોટ ને દાળની પોટલી બાંધી છે. જ્યાં બપોરા કરે ત્યાં ત્રણ પાણા ભેગા કરી ચૂલો જગાવે છે. પાણી પીવાના લોટામાં ઘળ ઓરે છે. અંગૂછા પર લોટ નાખી, પાણી નાખી લોટના ગોળા વાળે છે. એ ગોળા અગ્નિ પર નાખે છે. પડ્યા પડ્યા શેયા કરે છે.
એ ગોળાનું નામ બાટી !
બાટી ને ાળ સાથે તૈયાર થાય છે.
ઉદ્દે નાહીને આવે છે. ઇષ્ટદેવના જાપ જપે છે : ને પછી જમે છે. શું બાદશાહી જમણ ! પછી અમીના ઓડકાર ખાઈ જા આડો થાય છે, ત્યાં તો ચાલવાનો વખત થાય છે.
સાંજે તો જમવાનું નથી. એક ટંક જમવાનું છે. મોડી રાત સુધી પંથ કાપે છે.
પણ આ મારગ પર ઉધે કંઈ એકલો નથી !
ફ્લાના ફ્લા ચાલ્યા જાય છે. કોઈ ગાડામાં, કોઈ ઊંટ પર તો કોઈ
પગપાળા.
સાથે રખોપિયા છે. પંદર-પંદર ગાઉ પર મુકામ નાખે છે. કાફ્લામાં બ્રાહ્મણો છે. સ્નાન-સંધ્યા કરે છે. વૈશ્યો ભજનકીર્તન કરે છે. ક્ષત્રિયો મર્દાનગીની રમતો રમે છે.
નવી ગુજરાતે વસવા સહુ ચાલ્યાં છે. આમાંથી કેટલાક તો એક્વાર જઈને આવ્યાં છે, હવે બૈરાં-છોકરાં લઈને પાછાં જાય છે. કેટલાક સાવ નવા છે. બધા વાતો કરે છે.
ગુજરાતમાં તો કાચું સોનું પડ્યું છે. નાનકડી હાટડી માંડીને બેસીએ કે ખેતરનો નાનકડો કકડો ખેડીએ, તોય બે વરસમાં છોકરાં ચાંદીને ઘૂઘરે રમતાં જુઓ.
સોનાં-રૂપાંને જેને આડવેર, એ બ્રાહ્મણને રોજ ભરપેટ જમણ મળે. ઉપર દાન-દક્ષિણા એટલી મળે કે એમણેય ઘરનાં ઘર ર્યાં છે. ઘરઆંગણે ગાયો બાંધી છે. જે રોજ ઘણા માગવા જતા, એ ઘેર ચબૂતરો બનાવી પંખીઓને ઘણા નાખવા લાગ્યા છે.
રજપૂતોની તો ચાકરી ગયા કે બંધાણી. પછી જેવી લાયકાત. ઠેઠ માળવાથી ને ક્યાં-ક્યાંથી વીર પુરુષો ચાકરીએ આવે છે. જેવી જેની લાયકાત,
ઉદો ઇતિહાસ ભણે છે : ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org