________________
સલાટોએ તો ત્યાં ઘર ર્યાં છે. વધુ વાતો જાણવી હોય તો સાંજે ડાયરામાં આવજે.’
સાંજે ઉદ્યે ડાયામાં ગયો. ડાયરાના ગલઢેરા ભાભાએ ક્યું.
‘અમે વાતો તો ઘણી જાણીએ છીએ. આપણો એક ગુજર ક્ષત્રિય ચિજ એ દેશમાં ગયો, ઘોડાની વિદ્યાનો ભારે જાણા૨. એણે એ વિદ્યાના ચમત્કાર બતાવ્યા. રાજા ખુશ થયો ને ીકરી આપી. એનો દો મૂળરાજ થયો.' ઘરડા ભાભાએ વાત એટલે અટકાવતાં હ્યું.
‘હવે પછીની વાત આ સીમલ ક્લે. મને તો નવાણું વર્ષ થયાં છે.'
ક્સીમલ બોલ્યો : ‘બાપુ ! મનેય વરસ તો એંસીએક થયાં. પણ મૂલરાજદેવ રાજા ભોજના જમાનાનો રાજા હેવાય. એનું મોસાળ ચાવડા રજપૂતોમાં. મામાને મારી મૂલરાજ ગાદીએ આવેલો, એટલે મનમાં દુ:ખ રહ્યા કરે. આ માટે એ સરસ્વતીને કાંઠે રહે. હોમહવન કરે, ને મોટું શિવમંદિર બાંધે.’
‘એ શિવમંદિરનું નામ રુદ્રમાળ ને !' ગણેશસંહે એટલેથી વાત ઉપાડી લેતાં ક્યું :‘હું ત્યાં જઈ આવેલો. બાપા શ્વેતા કે મૂલરાજ મારવાડનો ગુજર રજપૂત છે. મૂલરાજે તો ઉત્તર પ્રદેશમાંથી કાશી-કનોજમાંથી બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા ને હ્યું : ‘સરસ્વતીને ફેલાવો મારા ગુર્જર દેશમાં.'
‘મૂલરાજદેવ શું મારવાડનો ?' ઉદ્યએ ઊંડા ઊતરવા માંડ્યું.
‘અરે ! આ ભિન્નમાળ શ્રીમાળનો ! આપણાં લોકો જ ત્યાં જઈને વસવા માંડ્યાં છે. ભાઈ ! રાજ સારું, માન સારું. જમીન સારી, ધંધોધાપો સારો. અત્યારે ગુજરાતમાં વસતી જ આપણી છે. એક મગની બે ફાડ. આ ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ કોણ છે ?'
‘વાહ ભાઈ વાહ ! તો તો આપણો જ દેશ કહોને ! ગુજરાત.' ઉદાએ ક્યું. ‘અરે ! આપણો દેશ ન હોય તો અમે કંઈ મફ્તનાં લીલુડાં માથાં વઢાવીએ ? નરસિંહ ક્ષત્રિયે બે હાથ પહોળા કરીને ઊભા થતાં ક્યું :
‘ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંત છે, જ્યાં શ્રીકૃષ્ણનું વસાવેલું દ્વારકા નગર છે. ત્યાં પ્રભાસ પાટણ પણ છે. પ્રભાસમાં સોમનાથ મહાદેવનું દહેવું છે—અસલનું. ભગવાન શ્રીકૃષ્ણનો દેહ ત્યાં પડેલો. પીપળાને હેઠ. પારધીએ તીર મારેલું.
૨૪ ૨ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org