________________
“તાતી તલવારે ઝૂઝશું. “મહેનતમાં પાછા નહિ પડીએ. “ભાગ્યની દેવીને જગાડીને રહીશું. “નહિ તો ખડિયામાં ખાપણ લીધી છે.”
આખી રાત ધુમેલા ભવાયા જેમ સવારે સરસામાનનો સંકેરો કરે, અને ઉચાળા ભરે એમ ઉદ્યએ કરવા માંડ્યું.
વેપારનો પથારો સમેટવા માંડ્યો. હતું એટલું ઘી વેચી દીધું. ઠામ વેચી દીધાં. ત્રાજવાં ને બાંટ પણ ફટકરી માર્યા. ઘરાકૅમાં ફરી-ફરીને હિસાબ કરી આવ્યો. પાઈએ પાઈનો હિસાબ ચૂક્ત કરતો આવ્યો અને કહેતો આવ્યો :
‘ભાઈઓ, હવે તો મળે તો મીર થવું છે, નહિ તો પીર થવું છે.'
અલ્યા, પીર થા તો કહેવરાવજે. માલમલીદો ચઢાવશું. ને બાધા-માનતા કરવા આવીશું.” વેપારીઓ ઉદાની મશ્કરી કરતા.
મશ્કરી કરો, તમે બધા ! મશ્કરી કરવાનો તમારો વખત છે, બાપલા ! બાક મીર થઈશ તોય ખબર આપીશ, પીર થઈશ તોય આપીશ.”
“વાહ રે ઉદાપીર !”
હસશો મા ! ભાઈઓ, માણસના ભાગ્ય આડે પાંદડું છે. ખસવાની વાર છે. તમે હસતા રહેશો ને એ કરી બતાવશે.” એક ઘરડા વેપારીએ મશ્કરાઓને વાર્યા.
હિસાબ-ક્તિાબ પતાવ્યા. ઘરમાં દાણા-દૂણી ભર્યા. એક નાનકડી બકરી જેવી ગાય લાવીને આંગણે બાંધી. હવે ઉદાએ મુસાફરીની તૈયારીઓ કરવા માંડી.
પહેલાં તો કર્ણાવતી ક્યાં આવી, એની તપાસ શરૂ કરી. ભાંગેલ ગામના સુરધન જેવા ઘરડેરાને ઉો પૂછવા ગયો. એ બોલ્યો :
“ના રે ભાઈ ! અમે તો કદી દૂરની વાટે ગયા નથી. અમારે તો ઉંબર એ ડુંગર અને ગામનું પાદર એ પરદેશ. મારવાડ છોડી બહાર ગયા નથી, પણ ભિન્નમાળ-શ્રીમાલના ઘણા જણ ત્યાં કમાવા ગયા છે. ગુજર કડિયા ને ગુજર
ઉદો ઇતિહાસ ભણે છે ર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org