________________
આહા. શું દેવાલય છે? બસો મણ સોનાનો તો ઘંટ વાગે ત્યાં. બે હજાર પૂજારી રહે. ગંગાજીથી નવડો રોજ જાય અને આવે. ને ભગવાનની પૂજા થાય. ત્રણસો વાજિંત્ર વાગે ને સાડા ત્રણસો નાચનારીઓ નાચે. આ મંદિર પર ગજનીનો મુસલમાન બાદશાહ ચઢી આવ્યો. એણે મંદિર તોડ્યું ને લૂંટ્યું. એ વખતે મારા ધદા-બાપુએ અને બીજા ગુજર ક્ષત્રિયોએ ત્યાં મંદિરની રક્ષા કરતાં માથાં વધેરેલાં.”
તો એ વખતે મૂળરાજદેવ નહોતા ?' ઉદને ઇતિહાસમાં રસ આવ્યો. એ તો ગુજરી ગયા હતા, પણ રાજા ભીમદેવ બાણાવળી હતા.” “પછી એમણે કંઈ ન કર્યું ?'
ભાઈ, આભ ફાટે ત્યાં કંઈ થીંગડું દેવાય ? ગજનીનો બાદશાહ આપણા પ્રદેશમાંથી જ ગયેલો. ઘોઘાબાપજી એની સાથે લડતાં દેવ થયેલા. પણ ભીમદેવે પછી એક કમ ભારે કર્યું.”
શું કર્યું? ઉો ઇતિહાસ ભણ્યો ન હતો. એની રીતે રાજકારણમાં એ રસ લઈ રહ્યો.
“ભીમદેવે હુકમ કર્યો કે દેએ બધાં પથ્થરનાં બાંધો. ઈંટ અને લાકડું જેમ બને તેમ ઓછું વાપરો, બસ, બધાં દેવળ પથ્થરનાં બંધાવવાં શરૂ થયાં. એમાં ભીમદેવના પ્રધાન વિમલ મંત્રીએ તો ઓહો દેરાં બાંધ્યાં ! જોઈ રહીએ હો !”
“વિમલ મંત્રીના પૂર્વજો તો મારવાડના જ ને ?” ઉદ્યને એ વાતમાં રસ પડ્યો.
અરે મારવાડ-ગુજરાતને જુદી ન માનો, આપણે બધા એક. કેસરીમલ બાપુ બોલ્યા.
“આ આપણા બધામાં એક્ની ભાવના નથી; એમાં તો ગજનીનો સુલતાન માથાફાડ ઘા કરી ગયો. એકસાથે બધા છોકરા કરીને ઊભા થયા હોત તો એ બિચારાનું પારા દેશમાં શું ગજું હતું ...”
ખરી વાત, બાપુ ! જ્યાં રહ્યાં ત્યાંના થઈને રહીએ તો જ એ મલનો ને આપણો જયવારો થાય. આજ તો મરતાં ઊંટ મારવાડ ભણી જુએ એમ છે. હાં પછી...” ઉદ્યને આગળ જાણવું હતું. એણે પોતાની રાજનીતિ કહી દિધી.
ઉદો ઇતિહાસ ભણે છે કે ર૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org