________________
આવતો હતો.
નૌકરી મત જાઓ સરદાર,
નૌકરી હૈ ખાંડેકી ધાર ! કમર પર કસી ઢાલ-તલવાર,
દુપટ્ટા જરી કિનારીદાર હાંજી ઢોલા, હો ગઈ ઘેર-ઘુમેરા
મત સિધારો પૂરવકી ચાકરીજી ! ગામને પાદર નજીક હતું. ખેતરો શરૂ થયાં હતાં. ખેતરોની વાડોને ઘસાઈને નચિત મને ઉદો ચાલ્યો જતો હતો.
રસ્તામાં પોતાના મિત્ર બાગડમલનું ખેતર પડતું હતું. અચાનક એની નજર ખેતર પર પડી. જોયું તો માણસોનો ત્યાં સંચળ દેખાયો. બાગડમલ આવ્યો હશે એમ સમજી ઉદો ખેતરના શેઢેથી અંદર ગયો. જઈને જોયું તો ન બાગડમલ મળે, ન કે જાનપિછાનવાળું મળે.
માણસો ઘણા હતા, પણ બધા અજાણ્યા હતા. સહુ ભેગા થઈને વરસાદનું પાણી ખેતરમાં વાળતા હતા. કોઈ નીક બનાવતું હતું. કેઈ ક્યારા વાળતું હતું. કેઈ એક ક્યારાને પિવરવી, બીજા ક્યારામાં પાણી જવા દેતું હતું.
ઉો વિચારવા લાગ્યો : બાગડમલ તો મારા જેવો ભૂખડીબારસ છે. એને વળી ખાવા ધાન ક્યારે હતું ? આટલા બધા નોકર એ લાગે ક્યાંથી ? ઉો વધુ નજીક ગયો. ક્યારામાં ભરાઈ બેઠેલો સાપ કૂંઉં કરતો ભાગ્યો.
ઉદાએ સાપને જોયો ને મનમાં ને મનમાં બોલ્યો : “અકરમીથી તો મોત પણ સાત ડગલાં દૂર ભાગે.”
ઉદાએ ખેતરમાં કામ કરનારાઓને પ્રશ્ન કર્યો, ‘તમે બધા કેણ છો ?'
“અમે પાણોતિયા છીએ, ખેતરમાં કામ કરનારા બોલ્યા. પણ ઉદ્યએ જોયું કે એ બધાના ચહેરા મજૂરિયા જેવા નહોતા.
ખોટું બોલો છો. બાગડ મારો મિત્ર છે. એનું ગજ એક નોકર પણ રાખી શકે તેવું નથી. સાચું બોલજો, નહિ તો આ તીર તમારું સગું નહિ થાય.” ઉદાએ પીઠ પરના ભાથા પર હાથ મૂક્તાં કહ્યું.
અમે તો વગર પગારના નોકર છીએ.' ૨૦ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org