________________
“બેટા ! રિયાનું પાણી ન પિવાય, ન એનાથી કપડાં ધોવાય. ખારુંઅગર જેવું પાણી હોય. એ પાણીમાં તો મોટાં મોટાં વહાણ ચાલે. આ દેશનો માલ વેપારીઓ પેલે દેશ લઈ જાય. પેલા દેશનો માલ આ દેશમાં લાવે. ખંભાતનાં વહાણ તો ઠેઠ ઈરાન-અરબસ્તાન જાય.'
મા, તને આ બધી ક્યાંથી ખબર ?'
બેટા ! આપણા ગામનો એક આરબ વેપારી મક્ક હજ કરવા ગયેલો. મક્કા જવા માટે ખંભાતથી વહાણમાં બેસાય. એણે બધી વાત કરેલી. ભારે રૂપાળો મુલક.'
“મા! હું એ મુલક જોવા માગું છું, દરિયામાં નહાવા માગું છું. વહાણે ચઢવા માગું છું.'
“દીકરા, તારા મનસૂબાનો ક્યાં પાર છે.અને મારવાડ તો મનસૂબે ડૂબી છે. સારું, પણ પહેલાં ટિલાવી લે. લખમી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોં ધોવા ન જઈએ.”
ઉદ્યએ માના આગ્રહથી ટિલાવ્યું. પરણ્યો, ને વહુ ઘરમાં લાવ્યો. એને દુકાળમાં અદક મહિના જેવું થયું.
દરિદ્રીને ત્યાં ધાની શી તાણ ! ઉનાળે જ આંબા પાકે, એમ એક દીકરોય ઘરમાં રમતો-જમતો થયો.
પૂનમના ચાંદ જેવો દીકરો છે. ડોસી બધું દુ:ખ ભૂલી સ્વર્ગનું સુખ માણવા લાગ્યાં. પણ ઉધના નસીબમાં તો બરડાફડ મજૂરી આવી. પણ એ દુ:ખથી ન હાર્યો. બમણા ઉત્સાહથી ગામેગામ ઘી ઉઘરાવવા ફરવા લાગ્યો.
ન જુવે દહાડો કે ન જુવે રાત ! ન દેખે સવાર ને ન દેખે સાંજ ! ન જુવે સમય કે ન જુવે સમય !
ન જુવે ઉનાળો કે ન જુવે વરસાદ ! માલ લેવાની જ ચિતા. લીધેલો માલ વેચવાની ચિતા ! એક સાંજે મોડોમોડો ઉદ માલ પરખીને, ઘી લઈને આજે ઘર ભણી પાછો વળતો હતો.
વરસાદ રહી ગયો હતો. વાદળાંની કેર પર ચંદ્રમા ડોકું કાઢીને બેઠો હતો. મોટી ફ્લાંગો ભરતો-ભરતો, મોથી મીઠું-મીઠું ગાતા-ગાતો એ ચાલ્યો
ભાગ્યશાળીનું ભૂત ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org