________________
જૂનું અંગરખું અડધું પલળેલું છે. લઘરવઘર પાઘડી માથે છે ને ખભે ધનુષબાણ છે.
ઘીનો વેપારી ઉદો કંઈ કંઈ વિચાર કરતો ચાલ્યો આવે છે. એને અંધારાની મૂંઝવણ નથી, વરસાદની હેરાનગતિ નથી. સાપ-વીંછીનો ડર નથી, એની મુંઝવણ જુદી છે.
પળી જેવડું પેટ ભરાતું નથી. મોટી મૂંઝવણ આ છે.
વેપારી ઉઘની દશા બેઠી છે. બળ બાવડામાં માતું નથી, બુદ્ધિ તો મગજના ગોખલામાં બેઠી બેઠી કંઈ કંઈ લાકડે માંકડાં લડાવે છે, પણ સરવાળે રળિયા ગઢવી ઠેરના ઠેર રહ્યા છે.
અધૂરામાં પૂરું દુકાળમાં અદક મહિના જેવું થયું છે, મા-દીકરો બે હતાં. મહામહેનતે પૂરું કરતાં હતાં. એમાં ઉો પરણ્યો, ચોપગો થયો ને ચોપગાની ગતિ પામ્યો. મજૂરી, મજૂરી ને મજૂરી. ઉધને પરણવું તો નહોતું જ, પણ મા ક્ટ :
કરા ! તું નહિ પરણે તો મારી અવગતિ થશે.”
ઉદી કહે : “મા, મને પરણવામાં રસ નથી . હું તો મતવાલો માણસ છું. મને પગમાં બેડી ન પોસાય.”
મા હે : “બેટા, એ તો કરી રાખ્યું છે ને ! કંઈ વંશવેલો કાપી નખાશે ? ઘરને ખંભાતી તાળાં દેવાશે ?”
“મા! ખંભાતી તાળાં ક્યાં બનતાં હશે ?' ઉદાનો જિજ્ઞાસુ જીવ પૂછી બેઠો. દેશ-પરદેશની વાતો જાણવામાં એને પૂરો રસ હતો.
ખંભાતમાં.” ખંભાત ક્યાં આવ્યું ? એ શું છે? ઉદ્યએ બાળ સહજ પ્રશ્ન કર્યો. “બેટા ! ખંભાત તો મોટું બંદર છે.' બંદર એટલે શું, મા ?” ઉદ પ્રશ્ન કરતો ગયો. “દરિયાકંઠે જે શહેર હોય એ બંદર !”
દરિયામાં તો મા; પાણી, પાણી નું પાણી હોય, બં? મા, એવું ગામ મને ગમે. ખૂબ નાહીએ, ખૂબ ધોઈએ, ખૂબ પાણી પીએ.” ૧૮ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org