________________
‘ન જોયો હોય તો શાહુકાર ! એમ ક્હી ાનમલે તો મને અડબોથ જમાવી
દીધી.'
‘ખમ્મા મારા ઉદને ! બેટા, બહુ માર માર્યો ?' માએ ક્યું.
મારની તે શી માંડે છે ? મારથી તો અહીં ડરે છે પણ કોણ ? જો નસીબ જાગતું હોય તો આવા હજાર તમાચા ખાવા તૈયાર છું. આગળ વાત સાંભળ. ટાંણે ત્યાંથી કોટવાળ સાહેબ નીક્ળ્યા, જાણે ઘણ વખતે સાપ નીક્ળ્યો. કાનમલ શેઠે તેમને બોલાવી બધી વાત કરી. કોટવાલ સાહેબે તો મને ઊધડો લીધો : પૂછ્યું, ‘આ કપડાં ક્યાંથી લાવ્યો ? બનીઠનીને ક્યાં જતો હતો ? સાસરે ?’
મને એ એક શબ્દ ડામ જેવો લાગ્યો. પણ કહ્યું છે, ને કે ગરીબની જોરુ સબી ભાભી. મેં ક્યું : ‘કાજલા ધોબી પાસેથી ભાડે લાવ્યો છું.’ કોટવાલ હે : ‘વારુ, બનીઠનીને ક્યાં જતો હતો ?'
‘શેઠ ટેચંદ ટોરિયાને ત્યાં.'
‘શું કરવા ?’
‘મારું નસીબ શોધવા’
‘જૂઠો ! મારી બનાવટ કરે છે ? ક્લે, કે ચોરી કરવા !'
‘સાહેબ ! સાચું કહું છું. જૂઠું બોલવું ને મરવું મારે માટે બરાબર છે.’ ‘સતની પૂંછડી ન જોઈ હોય તો જા, જતો રહે, આજ ગરીબ જાણી જવા દઉં છું...’ ને બીજી એક અડબોથનો મને સરપાવ આપતાં કહ્યું,
‘મૂરખ ! નસીબ તે કંઈ જાર-બાજરી સમજ્યો કે શોધીને લાવી શકાય ? ઉતારી લો એનાં કપડાં.’
કાનમલે વધારામાં ઠોંટ મારી બધાં કપડાં ઉતારી લીધાં, ને શેરીનાં છોકરાં હુરિયો બોલવતાં મારી પાછળ પડ્યાં.
હું દોડ્યો. ઘેડતાં ભાન ન રહ્યું. મારા રૂંવેરૂંવામાં વીંછીના ડંખની વેદના જાગી હતી.
ઘેડતા ઠેસ વાગી અને હેઠો પડ્યો. મારા ગુડા (ગોંઠણ) ભાંગી ગયા ! માએ પાસે જઈ દીકરાને ગોદમાં ખેંચ્યો, બોલી :
Jain Education International
For Private & Personal Use Only
મા અને દીકરો ૨ ૧૫
www.jainelibrary.org