________________
અ૨૨ દીકરા ! તારે માથે તો દુ:ખનાં ઝાડ ઊગ્યાં. લાવ તારા ગુડા શેકું ! ખમ્મા મારા પૂતરને !'
‘મા ! અકરમીને મા૨ સારો. કોઈ ઋણ કરમ મારા ભાગ્યોદયના દરવાજા આડે ઊભાં છે. માથાનાં લીલાં નાળિયેર વધેરીને એ ઉઘાડે છૂટકો ! મા, મને નાહિમત ન માનતી, મરી જઈશ, પણ લીધી વાત નહિ મૂકું.’
‘બેટા ! તારો બાપ પણ આવો મમતી હતો. એમાં ખુવાર થઈ ગયો. બરુ, બચ્છી ને કડછીનો એ પૂરો જાણકાર. બાકી એ પણ હતો તારા જેવો લીલી લેખણનો ક્સબી અને તાતી તલવારનો ખેલાડી.'
‘મા ! એક વાત નોંધી રાખ. તારા દીકરાને માથે દુ:ખ પડ્યું પણ હિંમત હાર્યો નથી. એક દહાડો નસીબને કાકા ક્લીને જાગવુ પડશે. પહેલું દુ:ખ તો પછી સુખ-એ તો કુદરતનો ક્ર્મ છે.'
‘બેટા ! જુવાની તો દુ:ખભરી સારી. ગદ્ધાપચ્ચીસી વ્હેવાય, સંતાપ વેઠવાની અવસ્થા હેવાય. બેટા ! તારી નસોમાં એ જ ક્ષત્રિયનું વીરત્વ વહે છે. અહિસાપ્રેમી મુનિરાજોએ જૈન બનાવી ઘેલા વીરત્વને વિવેકી બનાવ્યું. તારો બાપ મૂછે ત્રણ-ત્રણ લીંબુ રાખતો.’
‘હું છ લીંબુ રાખીશ.' ીરો જોશમાં બોલ્યો ‘મા, મને ભરોસો છે; મુનિમહારાજે પણ ભાખ્યું છે કે પથ્થરમાંથી પાણી નીક્ળશે- જો તારી હિંમત હશે તો. નક્કી હું મોટો માણસ બનીશ; મોટી હવેલી બાંધીશ. મારી માને સોનાની હિંડોળાખાટે બેસાડીશ. મોટો હાકેમ થઈશ. મારા હુક્મ બધે હાલશે.'
મહત્ત્વાકાંક્ષી, બહાદુર છતાં ભોળા પુત્ર પર મા વારી ગઈ. એણે એવડા મોટા દીકરાને ગોદમાં ખેંચ્યો, ગાલ પર બચીઓ લીધી, બે હાથની મૂઠીઓ વાળી માથે દુ:ખણાં લીધાં.
તૂટેલ ખોરડાનાં જૂનાં ક્માડ ક્યારનાં ખખડી રહ્યાં હતાં. મા-દકરો વાતમાં એવાં મગ્ન હતાં કે કંઈ ખબર જ નહોતી.
થોડી વારમાં જૂનાં માડ હેઠાં પડ્યાં, ને શેરીનાં છોકરાંની લંગાર અંદર ધસી આવી. એ જોરથી બોલતાં હતાં :
“ઉો મારવાડી,
એને એક માડી ને બે પાડી !”
૧૬ ૨ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org