________________
મામા કોણ ?' માએ પૂછ્યું, “મારે તો બેઈ ભાઈ છે નહીં !”
મામા એટલે ઉંદરમામા ! મગફળીના ધંધામાં નફમાં મળી માત્ર લીંડીઓ ! ઊલટી વખારમાંથી લીંડીઓ કાઢવાની મહેનત માથે પડી ! મા, નસીબ વગરનું બધું નકામું !”
ભાગ્ય અને ભગવાનના ભરોસે હાથ જોડીને કંઈ બેસી થોડું રહેવાય ?' બેઠો નથી, નસીબને શોધવા ફરું છું.” “એમ શોમ્બે હાથ ન આવે. એ તો જાગવાનું હોય ત્યારે જાગે.”
મારું નસીબ જ એવું છે, કે મૂઉં જાગવાનું નામ જ લેતું નથી-કુંભકર્ણના વંશનું લાગે છે ! ઇંદ્રાસનના બદલે નિદ્રાસનનું વરદાન લઈને મારી પાસે આવ્યું છે. એને જગાડવા ગઈ કાલે ગયો હતો, આપણા ગામના નસીબવંતોને ત્યાં.”
ક્યાં ? માતાએ આશ્ચર્યમાં પૂછ્યું. “ટેક્સંદ ટોકરિયાને ત્યાં. પણ મારા વાલા બ્રેઈ ઉંબરો છબવા દેતા નથી.” - “ગરીબાઈ એવી છે, બેટા. એવા લખોપતિના દરવાજે હથી ઝૂલતા હોય, ત્યાં તારા આવાં લઘરવઘર લૂગડાં જોઈ તને અંદર બેણ પેસવા દે ? નારી, ઝારી ને વેપારી, ત્રણે બહારથી રૂડાં જોઈએ.' માએ ડોસીપુરાણ કર્યું. એમાં દુનિયાઘરી હતી.
માડી ! તારા દીકરાને એમ સાવ ઘેલો ન માનતી, સમયનો પૂરો જાણકાર છું. કજલા ધોબીને ત્યાંથી કપડાની પૂરી જોડ માગી લાવ્યો હતો.
વાહ રે મારા ડાહ્યા પૂતર !
“શું ધૂળ ડાહ્યો ! કરમની આલેણાઈ તો જો. ધોબીએ મને જેનાં કપડાં પહેરવા આપ્યાં હતાં એ જ કનમલ સાંકલિયો સામો મળ્યો; કઈ દહાડો નહિ ને એ દહાડે જુહાર કરવા ઊભો રહ્યો !”
“બેટા ! ઊભો રહે. કહ્યું છે ને ! એક નૂર આદમી, હજાર નૂર કપડાં ! ' બાઈનાં માન નથી, બાઈની બચકડીનાં માન છે.”
“મા ! કનમલની નજર અચાનક મારાં કપડાં પર ગઈ. કપડાંએ તો મારી રોઝડી કરી. એ કહે, અરે ! આ અચન, આ પાઘડી, આ જામો, આ દુપટ્ટો તો મારાં છે. તું ક્યાંથી લાવ્યો ?'
મેં કહ્યું : “હું ચોર નથી, શાહુકાર છું.” ૧૪ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org