________________
મા દીકરાના સામે જોઈ રહી.
દિધકો તો ભારે હોંશિયાર છે. ચૂંટી ખણીએ તો બદનમાંથી લોહીનો ટસિયો ફૂટે એવો બંકો નર છે. વાઘ જેવો સીનો છે. બળદના જેવી બંધ છે, હાથીની સૂંઢ જેવા બાહુ છે. તાલકું તો ઝગારા મારે છે. લડ નહિ તો લડવા દેએવો એનો સ્વભાવ છે, પણ ન જાણે કેમ, આજ ઘર્યાના ગાઉ ગણે છે.
મા બોલી : “બેટા ! મારેય ઉપવાસ છે.'
જાણે કે બાળક ને બૂઢાં સરખાં. બાળકની જેમ બૂઢાંનેય દિવસમાં ત્રણચાર વાર શિરાવવા જોઈએ.
મા ! તું ખાઈ લે,” દીકરાએ ભારે ઉદારતા દાખવી.
દૂધમલ કરો ભૂખ્યો રહે ને પાક પાન જેવી ડોસી ગળચે-એ બને? તો તો પાપી પેટ જ ફોડી ન નાખીએ ?' માએ કહ્યું.
“મા ! તું ન જમ તો તને મારા સમ !”
સમ ન આપતો બેટા ! આંધળાની લાકડી જેવો મારે તો તું જ છે. જો, આ તારા સમ પાળ્યા.' માએ ઘરાના દીધેલા સમ પાળવા રોટલાની કેર ભાંગીને મોંમાં મૂકે.
“મા ! આ તે તું ખાય છે કે મશ્કરી કરે છે ?”
“ભગવાને તને કરો સરજ્યો છે; મા નથી કરી, એટલે મામાં તું શું સમજે? માવડીની જાત એવી છે કે દિકરો ભૂખ્યો હોય ને પોતે સાત પકવાન જમે તોય ભૂખી ને ભૂખી ! અંતરની આગ એમ ન ઓલાય, બેટા ! બીજું કંઈ જમવું હોય તો નવી રસોઈ બનાવું !
“સાચું છું, મા ?” દ્યકરો માના અંતર પાસે પીગળી ગયો. એ બોલ્યો :
શું કહું મા, મારા મનની વાત ? મને ખાવુંય ગમતું નથી, પીવુંય ગમતું નથી; રમવું ગમતું નથી. મને ખરેખર જીવવું ગમતું નથી, તેમ મરવુંય ગમતું નથી.”
“એવાં શાં દખ પડ્યાં તને, બેટા ? માએ પૂછ્યું.
“મા ! દુઃખ તો દરિદ્રતાનું-દીનતાનું ! ઘટમાં ઘોડા થનગને છે, ને ચઢવા કળવું ગધેડ્ય નથી ! મન મહારાજાનું છે, ને કરમ કેડિયાનાં છે !”
મહેનત કર, બેટા !' માએ કહ્યું. “મહેનતમાં કંઈ બાકી રાખી નથી, પણ ત્રણ સાંધું ત્યાં તેર તૂટે છે !'
મા અને દીકરો ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org