________________
એક દહાડો જે હવેલી હતી, એ આજે ભાંગેલ ખોરડું છે. એક દહાડો આંગણામાં રાયધડાનો અશ્વ હણહણતો, ત્યાં આજે ટાયડું ઘોડું પણ નથી !
એક દહાડો જે બાઈ સવાશેર સોને મઢાયેલી હતી, એની આંગળીએ આજે વાલની વીંટી પણ નથી - એવી એક મા બેઠા-બેઠી દીકરાને મનાવી રહી છે :
ખાઈ લે, બેટા !” મા, આજ અજવાળી પાંચમ છે, એક્ટાણું છે. એક વાર જમીશ.”
મા ચૂપ રહે છે. કોઈ મહારાજે આપેલું દીકરાને વ્રત હશે. વ્રત ભાંગે પ્રાયશ્ચિત્ત લાગે.
બપોર થાય છે, મા સંધીને વળી ધકાને સાદ દે છે :
એકટાણું કરવા ચાલ, ટાબર ! જો, પાટલો માંડ્યો છે. પાટલાને લંકા મૂળ ડગમગતો ફેડ્યો છે - ડગમગતો રહે તો વ્રત ભાંગે. ગરમ પાણી ઠારીને ટાઢી માટલીમાં ભર્યું છે.” - ધકો ભારે મનમોજી છે - ખેપાની પણ એવો છે; માની એકે વાત કને ધરતો નથી. મા વળી ધે છે :
“દીકરા, પડોશમાંથી છાશ લાવીને વઘારી છે. કેરનું શાક કર્યું છે. બાજરીની રોટી કરી છે, ગોમટિયાનું અથાણું કર્યું છે, ચણાના લોટની રૂપાળી ઘૂંસવડી બનાવી છે, ખાવા ઊઠે !
બત્રીસાં પક્વાન અને છત્રીસાં શાક જેવી આ રસોઈનું નામ સાંભળીને કઈ પણ મારુ જુવાન ખડો થઈ જાય, પણ ડોસીનો હઠીલો દ્યો ન ઊક્યો તે ન જ ઊડ્યો !
એ બેઠો છે તો ઘરમાં, પણ એનું મન બીજે ક્યાંય હડિયાપાટી કરે છે.
માના અવાજમાં જરા ભીનાશ પણ છે. વાત એવી છે, કે જે કંસાની થાળીમાં એણે દિકરા માટે ભોજન કર્યું છે, એ થાળીમાં જ એક્વાર શેર-શેર ઘીનાં ચૂરમાં ચોળાયાં છે, ને બરફીચૂરમાં પીરસાયાં છે, ગંગાજળની ઘીની વાઢીએ ઘી ઠલવાયાં છે; ને ખાંડ તો ધોબધોબા પ્રસ્કણી છે.
માએ ફરીને જમવાનો આગ્રહ કર્યો. કટાણે મોંએ નછૂટકે દિકરો બોલ્યો :
“મા, આજ મારે ખાવું નથી. ગઈ અજવાળી પાંચમ મેં ભાંગી હતી, અપવાસ કરીશ.” ૧૦ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org