________________
દીકરાએ મનની વેદનાને માગ આપ્યો.
બેટા ! મહેનત કરીએ , પણ નસીબ ન જાગે ત્યાં સુધી નામું. ઋતુ વગર આંબા ન પાકે. સમય-સમય બલવાન છે, નહિ પુરુષ બલવાન !' માએ જૂનું તત્ત્વજ્ઞાન પીરસ્યું.
“માડી, હવે મારો આત્મા આ ખોળિયાને બટકું ભરે છે. કહે છે કે મારુ જુવાન ! કંઈક કર, નહિ તો મર !"
તે દીકરા ! મહેનત કર્યા કરીએ ! એક દહાડો એમ કરતાં-કરતાં ભાગ્યના દરવાજા ઊઘડી જશે.' માએ સાંત્વન આપ્યું.
મા, તું જુવે છે કે મહેનતમાં કંઈ મણા રાખતો નથી. પૂરુંખાતો નથી, પૂરું ઊંધતો નથી. પણ કંઈ કરવા જાઉં છું કે ગાંઠનાં ગોપીચંદન કરવાં પડે છે. ઉંદરનું દર સમજી હાથ નાખું છું, તો અંદરથી ભોરિંગ ઝપટ નાખે છે. હજી કલપરમની જ વાત છે.' - દીકરો વાત કરતો થોભ્યો. એને વાત કરતાંય દુ:ખ થતું હોય એમ લાગતું હતું. એણે આગળ ચલાવ્યું :
મારવાડમાં ઘીની ક્વી અછત છે ? ઠેઠ જોધપુર ગયો. ગામડે-ગામડે ર્યો. સાચોરની બારાબંક ગાયોનાં ઘી એકઠાં કર્યો. કેવું સોડમવાળું ઘી ! ઘીનો એક રેલો માણસના પેટમાં જાય ને મડાં બેઠાં થાય. ખૂબ નફાની આશા હતી, પણ નસીબની બલિહારી તો જુઓ : અડધે મારગ ઊંઘ લાગી. અકરમીને ઊંઘ વધુ. સપનાંની શેઠાઈ માણતો રહ્યો ને લૂંટાચે આવીને બધું લૂંટી ગયો. ઘી ગયું, પાઘડી ગઈ, તલવાર ગઈ.'
દીશે થોભ્યો ને વળી બોલ્યો : “મા, ઘી ગયું એટલે લક્ષ્મી ગઈ, પાઘડી ગઈ એટલે આબરૂ ગઈ, તલવાર ગઈ એટલે પાણી ગયું, મારો રામ અહીંથી ઊઠ્યો લાગે છે.”
મા બોલી : “બેટા ! ધંધા પણ લેણદેણના છે. ઘીના ધંધામાં બરકત નહિ લખી હોય. બીજો ધંધો કર. ઠગાયાની ચિતા નહિ-કહ્યું છે ને કે-ઠગાયાનું ઠાકર બજે."*
મા ! બીજો ધંધો પણ કર્યો. મુગફળીનો સોદો ર્યો, તો ન જાણે ક્યાંથી મામાં પડ્યા કે બધી સાફ !' * એકવાર ઠગાય તે ફરીવાર હોશિયાર થઈ જાય. ૧૨ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org