________________
સોણલાંનો મારુ જુવાન માને છે કે, એ તો પોતાની ઊંટશાળાનો ઊંટ છે. જાખોડો છે. રણ વીંધીને હૂંડીનો દેખાડ કરવા દલ્લી માથે જતો હશે.
જુવાન સળવળ્યો. પાઘડી લેવા હાથ ઊંચો ર્યો પણ પાઘ ન મળે. તલવાર જોવા સ્મરે હાથ ફેરવ્યો તો તલવાર ન મળે !
આંખ ઊંચી કરીને ઝાડની બખોલમાં જોયું તો ઘીનું કુડલું જ ન મળે – સોણલું જ જાણે કુડલાને ગળી ગયું !
ચડપ કરતો એ બેઠો થઈ ગયો. સપનાંની માયા તૂટી ગઈ. મેડીમહેલાતો અદૃશ્ય થઈ ગઈ.
આંખ માંડીને ચારેતરફ જોયું, તો કોઈ ચોર-મિયાણો આ બધું ચોરીને ઊંટ માથે વહ્યો જાય છે.
‘અરે છે કોઈ હાજર !' હજી સોણલાનું ઘેન ઊતર્યું નહોતું એટલે જુવાને જાણે નોકરોને હુકમ ર્યો, ‘હમણાં ને હમણાં ચોરને બાંધીને હાજર કરો !' પણ બીજી પળે ચતુર જુવાનિયો મનતરંગની દુનિયામાંથી જાગી ગયો; સાવધ બની ગયો. સાચી સ્થિતિ જાણી.
ઠેક મારીને એ ખડો થઈ ગયો. અડવાણે પગે, ઉઘાડે માથે ને ખાલી હાથે ઘીવાળો જુવાનિયો ઉદ્દો લૂંટ કરીને ભાગતા ચોરને પકડવા દોડ્યો.
ત્રાજવાં ને બાટ ત્યાં પડ્યાં રહ્યાં. જુવાનિયો પેલા મૂર્ખની વાતની જેમ માલ ભલે ગયો, પણ ભરતિયું તો મારી પાસે છે, એમ માનનાર નહોતો. એણે બરોબર પીછો પકડ્યો .
રેતીનો વંટોળ દિશા સૂઝવા દે તેમ નહોતો.
૮ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org