________________
‘રૂપું-રૂપું રોકડ-લાલ, સોનું-સોનું જમા-ઉધાર.'
નોકર-ચાકર આવે છેઃ ‘અમલ આરોગાજી ઠાકરાં !'
કોઈ નોકર પગચંપી કરે છે. કોઈ તેલમાલિસ કરે છે. કોઈ તેલ(લે નવરાવે છે. કોઈ વીંઝણા ઢોળે છે.
શેઠજી બેઠા કહે છે : ‘અરે ! બાપાચું નામ રાખાંજી ! ઘડિયાં બોલાવો, દપાડિયાં બોલાવો, હવેલી ચણાવો, મંદિર બંધાવો, કોટ-કાંગરા મંડાવો. હવેલીને માથે સોના-રૂપાના મોર મુકાવો. મંદિરમાં ક્ળામય પૂતળીઓ કોરાવો.’ હવેલીનું કામ તો દહાડે ન ચાલે એટલું રાતે ચાલે છે, રાતે ન ચાલે એટલું દહાડે ચાલે છે.
નાગોરના ધીંગા મારવાડી બળો આરસપહાણની પાટો ઊંચકીને ચાલ્યા આવે છે. બાર ક્લાકે બસો જોજનનો પંથ કાપનાર જાખોડા ઊંટ પાણી ભરી લાવે છે. ગૂઢા અને રાયધડાના ઘોડાને ઘડીભરનોય જંપ નથી !
તોય જુવાન શેઠ ઉતાવળો થાય છે :
66
‘કાલરો કામ આજ હોસી ! કાલરો કાઈ ભરોસો નહિ.”
ઘીવાળા શેઠનો જય-જયકાર થાય છે !
સપનું પૂરું થાય છે. જય-જયાર સાંભળતો સૂતેલો મારુ જુવાન જાગી જાય છે. ચારેકોર નજર કરે છે, તો ઘડી પહેલાનું કંઈ નથી. એ તો સપનાંની
સુખડી.
સામે એ જ સળગતી મરુભોમ છે. પાસે એ જ જલતું મસાણ છે. માથે એ જ જીંથરિયો ખીજડો છે.
ખીજડા પરના બાજે ાબર પકડી છે. બધી કાબરોએ કાઉં કાઉં કરી શોર મચાવ્યો છે.
જુવાનિયો ઝબકે છે : કાબરના ક્લરવમાં પોતાના જય-જયકારના ભણાા છે ! પાસે થઈને બ્રેઈ ઊંટ ઝડપથી વહી જવાનો અવાજ આવે છે.
મારવાડ મનસૂબે ડૂબી ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org