________________
કિરતાર આપે તો આટલું આપે; તો પછી મારે બીજું કંઈ માગવું નથી.) વાહ ભાઈ વાહ !
ઘીવાળા જુવાનનું સોણલું આગળ વધે છે: સોણલાનો એ જુવાન છે. શું જુવે છે? ખીજડાની ડાળો ઝૂમી-ઝૂમીને વીંઝણો ઢોળે છે. છાયામાં બેઠા બાજ વાગોળે છે.
લીલુડી ધરતી ! સેંજળ નદીઓ ! ચંદરવી ભેંસો !
ઘીનાં કુડલાં છલકાય છે. વેપાર ધમધોકાર ચાલે છે. પળીમાંથી પાળી થાય છે. પાળીમાંથી માણે માપ આવે છે.
પછી તો લાખે લંક લાગ્યો.
ઘીના કુંડલામાંથી હવેલીઓ નીપજે છે.
કેટલાક બેટીના બાપ ઘેર આંટા ખાય છે. એક દહાડો ધોળ-મંગળ ને સોળ ગવાય છે મણિ-માણેના થંભ અને મોતી-પરવાળાંની ચોરી રચાય છે. જુવાન પરણે છે.
જાનડીઓ ગીત ઉપાડે છે. “લાડોલાડી જમે રે કંસાર !”
બીંદડીજી ઘરમાં આવે છે. વહૂરાણી પણ કેવી કૂટડી છે ! હસે છે તો હીરા ઝરે છે, બોલે છે તો મોતી ગરે છે !
મખમલ-મશરૂની ગાદીઓ પથરાય છે. નોકર-ચાકર ખડા ને ખડા છે. પાણી માગે તો દૂધ હાજર થાય છે.
હવેલીમાં તો રાજા-રાણી, અમીર-ઉમરાવ, શ્રીમંત-સોાગર માતા નથી. “ગાદી મારી ગોળમટોળ
રાજા કરે મારી ખોળંખોળ !”
મહેતાજી ! મહેરબાન મહેતાજી !' લોકો બોલે છે. ‘કાંય હોજી શા ?' મહેતાજી જવાબ વાળે છે !
‘જમા લાવું કે ઉધાર લાવું ?'
૯ × ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org