________________
“નઈ મુંજરી ખાટ કે નાચ્ચુ ભેંસ ડલ્યાં ઘે ચાર કે દૂઝે
બાર છંદ બાટ કે દહીંમેં ઇતના દે કિરતાર, ફિર નહીં બોલણાં.’
ટાપરી ! બાપરી !
ઓલણાં !
[હે ભગવાન, આટલું આપ, પછી બીજું કંઈ માગવું નથી: એક તો નવા મુંજથી ભરેલી ખાટલી: બીજી વરસાદમાં ન ચૂએ એવી છાપી; વળી, આંગણામાં દૂઝણી બે-ચાર ભેંસ અને દહીંમાં ચોળીને ખાવા જેવો મૂઠીફાડ બાજરાનો રોટલો- બસ આટલું આપ એટલે અમારે ભયો-ભયો. વધુ કંઈ માગવું નથી, વધુ કંઈ જોઈતું નથી.
ત્યાં તો બીજો દોસ્ત ઊભો થયો, ને બોલવા લાગ્યો :
સોરઠિયો દોહો ભલો, ને ભલી મરવણરી બાત, જોબન છાઈ ધણ ભલી, ભલી તારા છાઈ રાત. ઘરૂમેં મારુ સૂતા રે ! મેં કિયા જગાઉ રે.
(મિત્રો ડાયરો ભરાયો હોય ને સોરઠા ફેંકાતા હોય, ઢોલા મરવણની વાતો હાલતી હોય ને ઘરમાં સવા મણ સોને ઝૂમતી રૂપવતી નારી હોય ને ભૂંડાભખ બપોરના બદલે નવલખ તારલાથી શોભતી રાત હોય. ને આ મારુજુવાન હોયબસ, અધધ !)
પણ ઘીવાળા જુવાનને આ વાત ન ગમી: આ તો કૂકડીના મોંને ઢેફ્લી ગમે, તેવી વાત થઈ ! માગી-માગીને આ માગવું ? એણે વચ્ચેથી વાત કાપતાં કહ્યું :
“મગરે કાંઠે બાસ, બાહરુ બણાં ! નિતરી આવે ધાડ, મારાં સણાં ! શંકા, ભડ, ઝુંઝાર; ખલા દલ ખેલણાં ! ઇતના દે કિરતાર, ફિર નહીં બોલણાં !”
(હે મિત્રો, પહાડોની વચમાં મારું રહેઠાણ હોય, ને નિત અનેક માણસો મારી ચારે તરફ વીંટળાયેલાં હોય, નિત ધાડ પડે ને નિત કમર બાંધવી પડે, માથું પડે પણ ધડ લડે, એવો જઝાર યોદ્ધો હેવાઉં અને શત્રુની ફેં ફટાવતો રહું
મારવાડ મનસૂબે ડૂબી ♦ પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org