________________
વિચાર કરતો-કરતો દો જંપી ગયો. સપનાનો એ માણસ છે. જંપ વળ્યો કે સોણલાં શરૂ થયાં.
સોણું આવ્યું, અધધ ! શું એ લીલુડી ધરતી છે !
હરિયાળીનો પાર નથી. સેંજળ સરિતાઓ વહે છે. વાડી-ઝાડી લૂંબેઝૂબે છે.
સરિતાને કંઠે ઢોર-ઢાંખર ચરે છે; છોગાવાળા દૂધમલિયા રબારીઓ પાવા વગાડે છે. એક-એક ભેંસ મણ-અધમણ દૂધ આપે છે. ગાયો તો દૂધ નહિ, પણ નકરું ઘી જ ઝરે છે. એનું ગૌમૂતર દવાઘરૂની ગરજ સારે છે !
અમરાપુરી જેવી નગરી છે. ભારે મોટા કેટલંગરા છે. આભ-અડતી હવેલીઓ છે. સોનાની હેલે પાણી ભરતી પદમણીઓ છે. ઘોડા ખેલવતા રાજપુત્રો ને વણિકપુત્રો છે. તલવાર સહુ બાંધે છે એમાં રજપૂત, બ્રાહ્મણ કે વૈશ્યનો ભેદભાવ નથી.
આવા સરખેસરખા મિત્રો સાથે ઘીવાળો જુવાનિયો ઉો જાણે ફરવા નીકળ્યો છે. તાંબૂલ ઢોળે છે, પાનની પિચકારીઓ માટે છે, ને વાટે ને ઘાટે, ઘરમાં ને ડેલીમાં જુવે છે !
ક્યાંક વલોણાના ઘમકર છે. ક્યાંક દધિ મથાય છે.
ક્યાંક માખણ તવાય છે. ક્યાંક ઘીનાં કુડલાનો ડુંગર ખડકય છે. ભલી ભાતની બજારો છે. ભારે વેપાર-વણજ છે.
સરખેસરખા બ્રેસ્તો આ જોઈ મગન થઈ ડોલે છે : વાહ ભાઈ વાહ! વાહ કિરતાર તારી કળા ! પાતળી વેલે તેં મોટાં કેળાં ટિગાંડ્યાં, ને ઓલ્યા ઊંચા આંબાને દીધાં નાનાં શાં આમ !
બધા મિત્રો બોલી ઊઠ્યા : “લોક ભલે દલ્લી માથે ઘોડા દોડાવે કે બગાદબસરા સાથે હૂંડીઓ હલાવે. પણ કિરતાર આપણને તો આટલું આપે એટલે
હતું, ,
એક દોસ્તે ઊભા થઈને લલકર્યું :
૪
ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org